સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (14:51 IST)

આજથી RSSની ત્રિદિવસીય બેઠકનો પ્રારંભ, મોહનભાગવત રહેશે હાજર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓની ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક ૫ જાન્યુઆરી, ૨૦૨૧થી કર્ણાવતી મહાનગરમાં થવા જઈ રહી છે. કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદમાં ૫ થી ૭ જાન્યુઆરી સુધી થવા વાળી આ બેઠકમાં સરસંઘચાલક મોહનજી ભાગવત, સરકાર્યવાહ ભૈયાજી જોશી તથા અખિલ ભારતીય કાર્યકરિણી પૂર્ણ સમય હજાર રહેશે. 
 
આ પત્રકાર પરિષદને સંબોધિત કરતાં સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખઅરુણકુમારજીએ જણાવ્યું કે આ બેઠકમાં સરસંઘચાલક  મોહનજી ભાગવત, સરકાર્યવાહ ભૈયાજી જોશી તથા અખિલ ભારતીય કાર્યકરિણી ઉપરાંત સંઘની પ્રેરણાથી કાર્ય કરતાં પચ્ચીસથી વધારે વિવિધ સંગઠનોના અખિલ ભારતીય અધ્યક્ષ, મહામંત્રી, સંગઠન મંત્રી અને નિશ્ચિત કરેલ પ્રમુખ કાર્યકર્તા તદુપરાંત રાષ્ટ્રીય સેવિકા સમિતિની પ્રમુખ સંચાલિકા, સહ સંચાલિકા વગેરે આમંત્રિત છે. 
 
વનવાસી કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્રજી ખરાડી, અબવપ ના નવા અધ્યક્ષ છગનભાઇ પટેલ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશજી નડડા, ભારતીય મજદૂર સંઘના હિરેનભાઈ પંડયા, સેવિકા સમિતિ ના પ્રમુખ પ્રચારીકા માનનીય શાંતા અકકા, વિહિપના કાર્ય અધ્યક્ષ આલોક કુમારજી, સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય આયોજક તમિલનાડુના કે આર સુંદરમજી, અને વિધ્ય ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામકૃષણ રાવ જી આ બેઠક માં ઉઆપસ્થિત રહેશે. 
 
સમન્વય બેઠક કોઈ નિર્ણય કરવા વાળો મંચ નથી. બધા સંગઠનો સ્વતંત્ર છે. સ્વાવલંબી છે અને બધા પોતપોતાનાં નિર્ધારિત કાર્યક્ષેત્ર છે, સંઘ ની પ્રેરણા થી ત્યાં કાર્યરત સ્વયંસેવકો એ સમાજ જીવનમાં અનેક અનુભવી લોકો નો સાથ લઈને વિવિધ ક્ષેત્રો માં પોતાના સંગઠન નો વિકાસ કર્યો છે. તેમના કરી નો વિકાસ અને દાયિત્વ ના પ્રશિક્ષણની યોજનાઓ માટે તેમની પોતાની બેઠક હોય છે. તથા તેઓ પોતાના સંવિધાન અને પોતાની વ્યવસ્થા અંતર્ગત કાર્ય કરતાં હોય છે.
 
સામન્યતઃ આ બધાજ પ્રમુખ કાર્યકર્તા દેશભરમાં પરવશ કરતાં રહે છે. અને ખુબજ અનુભવી વિદ્વાનોને મળીને અનેક પ્રકારની જંકરીઓ તેમણે પ્રાપ્ત થતી હોય છે. અને પ્રવાસ તેમજ વર્ષોથી કામ કરવાને કરણ આંકલન બનતું હોય છે. એટલે અનુભવો, આંકલનોના આપલે માટે તેમજ બધાને બધાના અનુભવો નો લાભ થઈ શકે તે આ બેઠક નો ઉદ્દેશ્ય છે. 
 
આ બેઠક માં ૧૫૦ કાર્યકર્તા  ઉપસ્થિત રહવાના છે. કેટલાક વિષયોની ચર્ચા થવાની સંભાવના છે. વિતેલા વર્ષમાં વિશ્વએ એક વિશેષ કસોટીમાંથી પસાર થવું પડ્યું. પણ આપણાં બધાની પ્રસન્નતાની એ વાત છે કે આ ભીષણ કસોટીમાં પણ ભારતે એક ઉલ્લેખનીય અને અનુકરણીય ઉદાહરણ વિશ્વ સામે પ્રસ્તુત કર્યું. 
 
આ વિષમ પરિસ્થિતિમાં પણ સંગઠનોએ પોતાની ગતિવિધિનું સંચાલન કર્યું અને પરિસ્થિતિની મર્યાદા ને ધ્યાન રાખીને આધુનિક પધ્ધતિનો ઉપયોગ કર્યો જેના સંબંધિત યોજનાઓ પણ બધાયે બનાવી છે જેનું આપ લે થશે. ગયા વર્ષે થયેલ સમન્વય બૈઠકમાં પર્યાવરણ સંરક્ષણ અને પરિવાર વ્યવસ્થા સુદૃઢ થાયે એ દૃષ્ટિ થી સમાજ ને સંસ્કારિત કરવાની યોજના બને એવો વિચાર થયો હતો, આ કાલખંડમન ભારતીય જીવન પદ્ધતિ, પરિવારભાવ, સ્વેદેશી અને આત્મનિર્ભરતા પ્રતિ સમાજમાં જાગરૂતા વધી છે. તો પોતપોતાના સંગઠનોમાં બનેલ યોજના વિશે પણ આ બૈઠક માં ચર્ચા થશે. 
 
હિન્દુ સમાજની ઈચ્છા મુજબ રામ જન્મભૂમિનો સર્વસંમત ચુકાદો આવેલ હતો હિન્દુ સમાજ ની ઈચ્છા ને અનુરૂપ ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ પ્રસસ્થ થયો રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના ધ્યાનમાં આવ્યું કે આટલા વિશાલ કામ માટે સમાજનું યોગદાન જરૂરી છે. માટે સમાજની પ્રત્યેક વ્યક્તિના ધન યોગદાનથી આ કાર્ય સંપન્ન થાય તે માટે ઘર ઘર સંપર્કની યોજના બનાવવામાં આવી તેની ચર્ચા આ બેઠકમાં થશે એ સિવાય દેશના વર્તમાન પરિદ્રશ્યઅને સમસામયિક મહત્વપૂર્ણ વિષયો પણ આ બેઠકમાં ચર્ચા થશે.