શુક્રવાર, 24 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (14:43 IST)

દિવાળીની માફ્ક ઉત્તરાયણ પછી કોરોના વકરવાની ભિતિ, જાહેર હિતની અરજીની મુદ્દે હાઇકોર્ટે શું કહ્યું

HC seeking restriction on kite flying
ગુજરાતીઓના લોકપ્રિય તહેવાર ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર પ્રતિબંધને લઇને સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી માહિતી મેળવી રજૂ કરવામાં અને વલણ સ્પષ્ટ કરો. અ અરજીને લઇને આગામી સુનાવણી 8 જાન્યુઆરીએ યોજાશે. 
 
અરજદારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે ગુજરાતમાં પતંગ ચગાવવા માટે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકો એકઠા થાય છે. આ વર્ષે તો બે પછી શનિ-રવિ આવે છે. એટલે લોકોને ચાર દિવસનું લાંબુ વિક એન્ડ મળૅશે. ગુજરાતમાં દેશ-વિદેશ લોકો ઉત્તરાયણની ઉજવણી માટે આવે છે.  
 
જેના લીધે બહોળી સંખ્યા લોકો એકઠા થવાની સંભાવના છે. દિવાળી બાદ જે પ્રકારે કોરોના વકર્યો હતો એ જ પ્રકારની સ્થિતિ ઉભી ત્થવાની દહેશત છે. ઉત્તરાયણને લઈ પતંગ અને દોરી ખરીદવા અને વેચવા માટે લોકો પતંગ બજારમાં ઉમટશે. આ ખરીદી દરમિયાન, સામાન્ય રીતે દરેક વ્યક્તિ બજારમાં બે થી ત્રણ કલાક વિતાવશે.
 
આ સંજોગોમાં કોરોના વકરવાની સંભાવના વધશે. આ ઉપરાંત, સોસાયટીના જનરલ ધાબા પર લોકોને ભેગા થતાં રોકવા માટે પોલીસ ડ્રોનથી પેટ્રોલિંગ કરે. અત્યારથી કડક પગલા નહીં લેવાય તો, ઉત્તરાયણ બાદ, કોરોના વકરશે તો મેડિકલ કર્મચારીઓ પર ફરી ભારણ વધશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે, ગુજરાત સરકાર કોઇપણ સંજોગોમાં એક ધાબા પર 50 લોકો ભેગા થાય એને મંજૂરી નહિ આપે. એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવાં લોકો ધાબે જઈ શકશે પણ બહારનાં લોકો ધાબા પર આવીને ભીડે કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય.