ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (11:26 IST)

સ્નાન કરવા ગયેલા પતિના મોબાઈલમાં પત્નીએ સંતાઈને પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા વીડિયો જોતા પતિએ તલાક આપ્યા

અમદાવાદમાં અનૈતિક સંબંધોની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. શહેરમાં રોજે રોજ આડા સંબંધોમાં થતા છુટા છેડાની ઘટનાઓ વધી રહી છે. આવો જ એક બનાવ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આ ઘટનામાં પતિ જ્યારે સ્નાન કરવા ગયો તો બહાર પડેલા મોબાઈલમાં પત્નીએ તેને પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા વીડિયો જોઈ લીધા હતાં. ત્યારે બાદ સમગ્ર બાબત પત્નીએ સાસરિયાઓને કરતાં પતિ ગુસ્સે ભરાયો હતો અને પત્નીને ત્રણ તલાક આપી દીધા હતાં.

ભોગ બનનાર પત્નીએ આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી ફાતિમા ( નામ બદલ્યું છે)ના લગ્ન સલમાન( નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. લગ્ન બાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. પરંતુ ઘણીવાર પારિવારિક ઝગડો થતાં તેઓ અલગ રહેવા ગયાં હતાં. લગ્ન બાદ તેમને સંતાનમાં ત્રણ દિકરીઓનો જન્મ થયો હતો. સલમાન ફાતિમા સાથે સતત ઝગડો કર્યા કરતો હતો અને કહેતો કે મારે તારી સાથે નથી રહેવું. પતિના આવા વ્યવહારથી ફાતિમાને શંકા ગઈ હતી.એક દિવસ સલમાન પોતાનો મોબાઈલ ફોન બહાર મુકીને બાથરૂમમાં સ્નાન કરવા ગયો ત્યારે ફાતિમાએ તેના મોબાઈલમાં પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા વીડિયો જોયા હતાં. વીડિયો જોઈને સલમા ચોંકી ઉઠી હતી. કારણ કે આ વીડિયોમાં કેટલાક અશ્લિલ વીડિયો પણ હતાં. પોર્ન કહી શકાય તેવા વીડિયો જોઈને ફાતિમાને આઘાત લાગ્યો હતો. તેણે આ મુદ્દે સાસરિયાઓને જણાવ્યું હતું. પરંતુ સલમાને તેને ઘરમાં આ વાત કેમ કરી એનો ગુસ્સો કરીને ફાતિમા ત્રણ તલાક આપી દીધા હતાં. સાસરિયાઓએ સલમાનને આ બાબતે સમજાવવાને બદલે તેનો પક્ષ લીધો હતો. ત્યારે ફાતિમાને સલમાને કહ્યું હતું કે મારે તારી સાથે નથી રહેવું. બાદમાં તેણે ત્રણ વાર તલાક બોલીને ફાતિમાને છુટા છેડા આપી દીધા હતાં. આ ઘટનામાં ફાતિમાએ સલમાનને સબક શીખવાડવા માટે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફાતિમાની ફરિયાદને આધારે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી છે.