સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (15:37 IST)

વલસાડમાં પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા પતિને રંગે હાથ ઝડપીને પત્નીએ બંનેને બરાબરના ધોઈ નાંખ્યા

વલસાડમાં એક પુરુષને પરસ્ત્રી સાથે સંબંધ રાખવો ભારે પડી ગયો હતો. પોતાનો પતિ અન્ય સ્ત્રી સાથે હોટેલમાં ગયો હોવાની જાણ પત્નીને થતા જ તે પોતાના અન્ય પરિવારજનો સાથે હોટેલ પર પહોંચી હતી. અહીં પોતાના પતિને પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. મારામારીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે વલસાડ-ધરમપુર રોડ પર વાંકલની એક હોટેલનો હોવાનું જાણવા મળ્યું છે. એક પુરુષ અહીં તેની પ્રેમિકા સાથે એકાંત માણવા પહોંચ્યા હતો. બંને હોટેલના રુમમાં એકાંત માણી રહ્યા હતા ત્યારે પુરુષની પત્ની સહિતના પરિવારજનો હોટેલ પર પહોંચ્યા હતા. હોટેલના રૂમમાં તપાસ કરતા પોતાનો પતિ કઢંગી હાલતમાં મળી આવતા જ પત્નીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પોતાના પતિ અને તેની પ્રેમિકાને હોટેલના રૂમમાં જ મેથીપાકચખાડ્યો હતો. પત્નીની સાથે આવેલા અન્ય પરિવારજનોએ પણ બંનેને મેથીપાક ચખાડ્યો હતો.વાંકલની હોટેલમાં પતિ અને તેની પ્રેમિકાને મેથીપાક ચખાડ્યા બાદ પુરુષના પરિવારજનો મહિલાને અર્ધનગ્ન હાલતમાં હોટલની બહાર ઢસેડી લાવ્યા હતા. જેની જાણ પોલીસ કંટ્રોલને થતા વલસાડ રૂરલ પોલીસની ટીમ મહિલાની મદદે પહોંચી હતી અને પ્રેમી-પ્રેમિકાને પોલીસ મથકે લાવી હતી. જો કે, અહીં બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ ન હતી. જો કે, હોટેલમાં થયેલી મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.