ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (15:02 IST)

અમદાવાદની આધેડ મહિલાને TIKTOK એપ પર મિત્ર બનેલી યુવતીએ સજાતિય પ્રેમની ઓફર કરી

હાલ ભારત દેશમાં TIKTOK એપ પર પ્રતિબંધ છે. ત્યારે એની ભળતી એપ પર જૂના મિત્રો એકબીજા સાથે સંપર્કમાં રહે છે. અમદાવાદની 59 વર્ષની મહિલા TIKTOKના પોતાના મિત્ર મારફત અન્ય યુવતી સાથે સંપર્કમાં આવી હતી. પછી આ યુવતીએ મહિલાને સજાતીય પ્રેમ માટેની ઓફર કરી. એટલું જ નહીં, યુવતીએ મહિલાને આઈ લવ યુ પણ કહી દીધેલું. આટલેથી નહીં અટકતાં યુવતીએ હું તને પ્રેમ કરું છું એવો વીડિયો પણ TIKKI એપ પર પોસ્ટ કરી દીધો હતો. આ વાતમાં એક પુરુષ કોમન મેન કૂદી પડ્યો અને તેણે મહિલાને ચારિત્ર્યહીન કહીને અપશબ્દો બોલ્યા હતા. હાલ મહિલાએ આ ઘટનાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં રહેતી 59 વર્ષની મહિલા ટિકટોક આર્ટિસ્ટ બીનાબેન (નામ બદલ્યું છે) ઘણા સમયથી વીડિયો બનાવીને અપલોડ કરે છે. TIKKI અને અન્ય એપમાં તેના ઘણા ફોલોઅર્સ છે. તેઓ ટિકટોક બંધ થયા બાદ અન્ય એપમાં વીડિયો બનાવતાં હતાં. આ દરમિયાન બીનાબેનનો સંપર્ક રાજેશભાઈ (નામ બદલ્યું છે) નામની વ્યક્તિ સાથે થયો હતો. રાજેશભાઈ બીનાબેનના વીડિયો લાઈક કરતા અને કોમેન્ટ્સ પણ કરતા હતા. આ દરમિયાન બંને જણાએ પોતાનો મોબાઈલ નંબર એકબીજા સાથે આપ-લે કર્યો હતો. ત્યાર બાદ તેઓ વ્હોટ્સએપ પર વાતો કરતાં હતાં.આ દરમિયાન રાજેશભાઈની એક મિત્ર નીતા (નામ બદલ્યું છે) પણ બીનાબેનનના સંપર્કમાં આવી. બધા એકબીજા સાથે વાતો કરવા લાગ્યાં અને મિત્રતા આગળ વધી હતી. આ બધાની વચ્ચે બીનાબેન પોતાના વીડિઓ તો બનાવવાનું ચાલુ હતું. ત્યારે નીતાએ બીનાબેનને મેસેજ કરયો- આઈ લવ યુ. આ જાણીને બીનાબેન ચોંકી ઊઠ્યા હતા તેમજ સજાતીય સંબંધ માટે નીતાની વર્તણૂક યોગ્ય ન લાગતાં તેને બ્લોક કરી દીધી હતી. આ બાદ પણ નીતા અટકી નહિ અને તેને મધુ, હું તને પ્રેમ કરું છું કહેતો વીડિયો બનાવીને વાઇરલ કરી દીધો હતો. આ વીડિયો સામે આવતાં રાજેશભાઈએ બીનાબેનને ગમે તેમ બોલ્યા અને આ વર્તણૂક સંદર્ભે તેમને જાતિવિષયક ટિપ્પણી પણ કરી હતી.મધુબહેને રાજેશભાઈને કહ્યું હતું કે મારી જાતિ વિશે ટિપ્પણી કરવી નહીં અને ગંદી ભાષામાં વાત કરવી નહીં. ત્યાર બાદ બીનાબેનના વ્હોટ્સએપ પર રાજેશભાઈએ વોઈસ મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં રાજેશભાઈએ મધુબહેનને ગંદા કુળની અને નીચા કુળની સ્ત્રી જેવા શબ્દો કહ્યા હતા. તેમણે બીનાબેનની જનેતાને થૂ... જેમણે આવી સ્ત્રીને જન્મ આપ્યો છે, એવા પણ શબ્દો બોલ્યા હતા. આવા શબ્દોને લઈને બીનાબેને વેજલપુર પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ વિરુદ્ધ અપશબ્દો બોલવા અંગે ફરિયાદ નોંધાવી હતી.