શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (07:39 IST)

પોલીસવાળાના ત્રાસથી હું ઝેરી દવા પીઉ છું’, કહી યુવકે પોતે ઝેરી દવા પીતો હોવાનો લાઇવ વીડિયો ઉતાર્યો

જામનગર તાલુકાના અલીયાબાડા ગામે રહેતા એક યુવાને પોલીસના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો છે. ભોગગ્રસ્તના પરીવારે ઉકત બનાવ સંદર્ભે એક વિડીયો જાહેર કર્યો છે જેમાં ભોગ બનનાર યુવાન પોતે પોલીસના કથિત ત્રાસના દવા પી રહ્યો હોવાનુ ઉચ્ચારણ દર્શાવી વિષપાન કરતો જોવા મળતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

જામનગર નજીક અલીયા ગામે રહેતા કિશન ભરતભાઇ મકવાણા (ઉ.વ. 22) નામના યુવાને સોમવારે સીમ પંથકમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને ગંભીર હાલતમાં રાત્રે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો છે. જ્યાં તેને સઘન તબીબી સારવાર અપાઇ રહી છે. બીજી બાજુ આ બનાવ સંદર્ભે ભોગગ્રસ્તના પરીવારે એક વિડીયો પણ જાહેર કર્યો છે. જેમાં આ યુવાને વિષપાન વેળાનો મોબાઇલ ફોનમાં વિડીયો બનાવ્યો હતો.ભોગ બનનાર યુવકે પોલીસના કથિત ત્રાસના કારણે આ પગલુ ભરી રહ્યો હોવાનુ વિડીયોમાં જાહેર કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે. આ વિડીયોમાં પોતે દારૂનો ધંધો કરે છે એવા આક્ષેપ પોલીસ લગાવી વારંવાર ઘરે આવતા હોવાથી પિતા સહિત પરીવારે ઠપકો આપતા આ પગલુ ભરી રહ્યો હોવાનુ કિશન મકવાણાએ જણાવ્યું હતું. આ બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધીકારો પણ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા છે. જ્યારે સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરાઇ છે.મારૂ જીવવાનું હરામ કરી દીધું છે, સસ્પેન્ડ થવા જોઇએ.‘હું દવા પીઉ છું, પોલીસવાળાના ત્રાસથી, દારૂનો ધંધો કરતો નથી. મને મારા બાપાએ ઘરેથી કાઢી મૂકયો, ઇ આવ્યા એ લોકો, એના માટે. કાયમી ઉઠીને એમ કહે છેકે, તું દારૂનો ધંધો કરે છે નેં ઉપાડી જાય છે, મારે કરવાનું શું ? પોલીસવાળાના ત્રાસથી હું દવા પીઉ છું આ, બરોબર. કિશોરભાઇને શૈલુભા કાયમી આવીને અેમ કહે છેકે, તું આ કરે છે, ઓલંુ કરે છે, બરોબર. મારે કરવાનું શું ? એના ત્રાસથી. એ સસ્પેન્ડ થવા જોઇએ. મને જીવવાનું હરામ કરી દીધું છે આ બે-ચાર જણાએ. એ આવ્યા’તા’ને મને મારા બાપાએ કાઢી મૂકયો’