બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (15:11 IST)

તમાચાનો બદલો હત્યાથી લીધો- સુરતમાં મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા યુવકને ચપ્પુના 7 ઘા મારી મિત્રોની સામે જ પતાવી દીધો

તમાચાનો બદલો હત્યાથી લીધો- સુરતના પાંડેસરામાં મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપનારને રાત્રે ચપ્પુના 7 ઘા મારી પતાવી દેવાયો હતો. બપોરે એક તમાચો ખાધા બાદ હત્યારાએ કહ્યું હતું કે રાત્રે તું રહેશે કે હું, ને ઓટલા પર બેસેલા સાલુને મિત્રોની સામે જ ઉપરા ઉપરી ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.શિવ બાલક વર્માએ જણાવ્યું હતું કે સાલું બલડી વર્મા ઉ.વ. 22 રહેવાસી યુપીનો વતની હતો. માતા-પિતા અને 2 ભાઈ વતનમાં રહે છે. સાલુ કલર ટેક્સ કંપનીમાં કામ કરતો હતો. પાંડેસરા જગન્નાથ નગરમાં એકલો જ રહેતો હતો. વધુમાં જણાવ્યું હતું કે, ગુરુવારની બપોરે પાડોશમાં રહેતા સોમનાથ ગુપ્તાએ મકાન માલિકની પત્નીની છેડતી કરી હતી. જેને લઈ સાલુએ ઠપકો આપી તમાચો માર્યો હતો. ત્યારે જ સોમનાથે ધમકી આપી હતી કે રાત્રે તું રહેશે કે હું. બસ ત્યારબાદ રાત્રે ભોજન કરી ઓટલા પર બેસેલા સાલુ ઉપર હુમલો કરી પતાવી દેવાયો હતો. સાલુને 7થી વધુ ઘા મારવામાં આવ્યા હતા. સોમનાથ બગલમાં ચપ્પુ સંતાડીને લઈ આવ્યો હતો. હત્યા બાદ સોમનાથ ભાગી ગયો હતો.વધુમાં જણાવ્યું હતું કે, હત્યા કરનાર સોમનાથ દારૂનો બંધારણી હોવાનું બહાર આવ્યું છે. રૂમ માલિકની પત્નીની છેડતીની બબાલમાં સાલુની હત્યા થઈ છે. પોલીસે સોમનાથને પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાલુની હત્યાની ખબર સાંભળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.