શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (14:35 IST)

અંકલેશ્વરની ખ્વાજા ચોકડી નજીક આવેલી કંપનીમાં આગ લાગી, નજીકમાં ઉભેલી ટ્રક બળીને ખાક થઈ

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં આજે શુક્રવારે આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે બાજુની કંપનીનો કેટલોક ભાગ પણ આ ભીષણ આગની ચપેટમાં આવી ગયો હતો. ઘટનાને પગલે નજીકમાં ઉભેલ એક ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી.અંકલેશ્વરની મહાકાળી ફાર્માકેમ કંપનીમાં આજે શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આગને પગલે બાજુની કંપનીનો કેટલોક ભાગ પણ આગની ચપેટમાં આવી ગયો હતો. આગ એટલી હદે ભીષણ હતી કે નજીકમાં ઉભેલી એક ટ્રક બળીને ખાક થઈ જવા પામી હતી. ભિષણ આગ લાગવાની ઘટનાને પગલે 7 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જો કે હજુ પણ આગને કાબુમાં લેવાની કામગીરી ચાલુ છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ શ્રી મહાકાળી ફાર્મા કેમ કંપનીમાં આજે શુક્રવારે સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ સોલ્વન્ટમાં લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી અન્ય એક કંપની પણ આવી હતી અને એક ટ્રક બાળીને ખાખ થઇ ગઈ હતી. 7થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સુધી આ આગના કારણે જાનહાનીના અહેવાલ હજુ સુધી સાંપડ્યા નથી.