શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (09:44 IST)

21 ફેબ્રુઆરીથી હાઇકોર્ટ સહિત જિલ્લાની કોર્ટ પ્રત્યક્ષ શરૂ થશે, 14 ફેબ્રુઆરીથી તાલુકા કોર્ટે શરૂ થશે.

આગામી 21મી ફેબ્રુઆરીથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યભરની તમામ જિલ્લા કોર્ટ કેસની સુનાવણી ફિઝિકલ સ્વરૂપે એટલે કે ઓફલાઈન હાથ ધરવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે આજે રાતે પરિપત્ર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. 
 
 
અગાઉ રાજ્યમાં વસેલા કોરોના સંક્રમણને જોતા 10મી જાન્યુઆરીથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યભરની તમામ કોર્ટની કાર્યવાહી ઓફલાઈન કરવામાં આવી હતી જોકે હવે ધીમે ધીમે કોરોના ના કેસ ઘટી રહ્યા છે અને પરિસ્થિતિ આંશિક રીતે નિયંત્રણમાં આવી છે. જેને લઇને આગામી 21મી ફેબ્રુઆરીથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યના તમામ જિલ્લા કોર્ટની કાર્યવાહી ઓફલાઇન એટલે કે પ્રત્યક્ષ રીતે કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં પરંતુ આગામી 14મી ફેબ્રુઆરી તાલુકા સ્તરની તમામ કોર્ટની કાર્યવાહી ઓફલાઈન કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે.
 
 
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કેસમાં વધારો થતાં ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિયેશનની રજૂઆતના પગલે ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવી હતી. સાથે સાથે રાજ્યભરની તમામ નીચલી અદાલતની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી હતી. જે બાજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રજૂઆતના પગલે જે, 8 મહાનગર સિવાય, જે જિલ્લામાં કોરોનાના કેસ ઓછા હોય તે વિસ્તારની કોર્ટને ઓફલાઈન કરવાની પરવાનગી આપવામાં આવી હતી