મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (09:33 IST)

લિવઈનમાં રહેતી સગીર ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા સગીર 2 વર્ષ સુધી કાનૂની જંગ લડ્યો,હાઈકોર્ટે લગ્નની મંજૂરી આપી

પાલનપુરના 21 વર્ષના યુવાનને તેના જન્મદિને ગુજરાત હાઇકોર્ટે લિવઇન પાર્ટનર સાથે લગ્ન કરવાની મંજૂરી આપી. કોર્ટની મંજૂરી મળતા જ બન્ને યુવક-યુવતીએ લગ્ન કરી લીધા હતા. યુવતીના પરિવારજનો યુવતીને બીજી જગ્યાએ પરણાવી દેવા માગતા હતા. યુવતીના પરિવારજનો યુવતીને લિવ ઇનમાં રહેતી હતી ત્યાંથી પરાણે પોતાના ઘરે લઇ ગયા હતા. યુવકથી દૂર લઇ જઇને યુવતીને બીજે પરણાવી દેવા માગતા હતા. યુવકે હાઇકોર્ટમાં તેની ગર્લફ્રેન્ડને પાછી લાવવા અને તેની સાથે લગ્ન કરવા દાદ માગી હતી. યુવકના જન્મદિવસે જ તેને લિવઇન પાર્ટનર સાથે રહેવાની મંજૂરી મળી છે. પાલનપુરના યુવક અને ગાંધીધામમાં રહેતી યુવતી વચ્ચે કોલેજમાં પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતીના પરિવારજનો રૂઢિચુસ્ત હોવાથી યુવતી જાણતી હતી કે તેને પ્રેમલગ્ન કરવાની મંજૂરી મળશે નહીં.તો બીજી તરફ બન્નેની ઉંમર લગ્ન કરવાને લાયક પણ નહોતી તેથી લગ્ન કરી શકે તેમ નહોતા.બન્ને જણાએ વચલો રસ્તો કાઢતા લિવઇનમાં રહેવાનો નિર્ણય લીધો હતો. બન્ને થોડા સમયથી લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. સાથે લિવ ઇન કરાર પણ કર્યો હતો. થોડા સમય પછી યુવતીના પરિવારજનોને ખબર પડતા તેઓ યુવતીને જબરજસ્તીથી પોતાની સાથે ગાંધીધામ લઇ ગયા હતા. યુવકે પોલીસમાં તેની લિવઇન મિત્રને છોડાવવા અરજી કરી હતી. કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, તમે લિવઇન પાર્ટનરની કસ્ટડી કેવી રીતે માગી શકો? તેના જવાબમાં વકીલે જવાબ આપ્યો હતો કે, યુવકની ઉંમર લગ્નને લાયક નહીં હોવાથી તે લિવઇનમાં રહે છે. લગ્નની ઉંમર થઇ ગયા પછી તરત તેની સાથે લગ્ન કરવાના છે.અત્યારે યુવતીને પાછી નહીં મેળવી શકે તો તેને બીજે પરણાવી દેવાશે. યુવતી પોતાની મરજીથી માતા-પિતા સાથે ગઇ છે કે તેને જબરજસ્તીથી લઇ જવામાં આવી છે? તે અંગે પૂછતાં તેણે નિવેદન આપ્યું હતું કે, તેના પરિવારજનો બે દિવસ બાદ તેની મરજી વિરૂધ્ધ બીજી જગ્યાએ તેના લગ્ન કરાવી દેવા માગે છે. હાઇકોર્ટે પુખ્ત થતાં તાત્કાલિક યુવક-યુવતીને લગ્ન કરવાની મંજૂરી આપી હતી.