સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (21:29 IST)

અમદાવાદના ગોતામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં વાહનોમાં આગ લાગી, 36 વાહનો બળીને ખાક થયા

Vehicles caught fire in Municipal Corporation's parking plot in Gota
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલા વાહનોમાં કોઈ કારણોસર આગ લાગતાં 36 વાહનો આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગયાં છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અધિકારી- જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ થોડા જ સમયમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હાલમાં આગ કાબુમાં છે.

આગની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અમદાવાદ ફાયરબ્રિગેડ અને 11 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં પડેલા વાહનોમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઝપેટમાં આવી ગયા હતા. જેને પાણીનો મારો ચલાવી અને કાબુમાં લેવામાં આવ્યા હતા પંદરથી વીસ મિનિટ માં ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલમાં આગને ઠારવાની કામગીરી કરવામા આવી છે.