1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસ- અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોના એલાન બાદ આજે કોર્ટ સજાના ઓર્ડર પર સુનાવણી હાથ ધરશે

અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોના એલાન બાદ આજે કોર્ટ સજાના ઓર્ડર પર સુનાવણી હાથ ધરશે.કોર્ટે આ પહેલા 49 દોષિતોને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરી તેમને અને તેમના વકીલોને સાંભળ્યા હતાકોર્ટે તમામ પક્ષની રજૂઆતોને સાંભળી હતી.. આજે કોર્ટ સજાના ઓર્ડર પર સુનાવણી હાથ ધરશે. 

 
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતની સજાના ઓર્ડર માટેની આજે 10.45 વાગ્યે સીટી સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
 
સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે જેથી મહત્તમ સજા થવી જોઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ આપવામાં આવ્યો હતો. એક ચુકાદાનો હવાલો આપી સરકારી વકીલોએ રજુઆત કરતા કહ્યું કે,વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. સાથે જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.