1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (14:54 IST)

અમદાવાદમાં પરિવાર બેસણામાં ગયો ત્યારે ઘરમાં ઘૂસીને યુવાન 17 વર્ષની સગીરાના શરીર પર અંગત જગ્યાએ સ્પર્શ કરવા માંડ્યો

in ahmedabad a 17 year girl go to death besana a boy touch its private part
સગીરાએ બુમાબુમ કરતાં યુવાન ત્યાંથી ભાગી ગયો અને ફરીવાર પાછો આવીને ગાળો બોલવા માંડ્યો
માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી
 
અમદાવાદ શહેરમાં હવે દીકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી રહી. ઘરમાં ઘુસીને એકલતાનો લાભ લેનારા હવસખોરો બેફામ બન્યાં છે. શહેરમાં આવો જ એક બનાવ બન્યો છે. માતા પિતા નજીકના સ્વજનનું અવસાન થયું હોવાથી બેસણામાં ગયા હતાં. ત્યારે ઘરમાં સગીર વયના ભાઈ અને બહેન એકલા હતાં. ત્યારે નજીકનો જ એક સ્વજન ઘરમાં આવ્યો અને એકલતાનો લાભ લઈને 17 વર્ષની સગીરાના શરીર પર અંગત જગ્યાએ સ્પર્શ કરવા માંડ્યો હતો.
  
ઘરમાં ઘૂસીને સગીરાના શરીરને સ્પર્શ કરવા માંડ્યો 
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના રાણિપ વિસ્તારમાં રહેતો પરિવાર બેસણામાં ગયો હતો. ઘરમાં સગીરવયના ભાઈ અને બહેન એકલા હતાં. આ દરમિયાન પરિવારનો નજીકનો યુવાન ઘરમાં આવ્યો અને એકલતાનો લાભ લઈને સગીરાને શરીર પર અંગત જગ્યાએ સ્પર્શ કરવા માંડ્યો હતો. ત્યાર બાદ સગીરાએ બુમો પાડતા યુવાન ઘરમાંથી ભાગી ગયો હતો. પરંતુ થોડી વારમાં તે એપાર્ટમેન્ટ પાસે આવ્યો અને જોર જોરથી ગાળો બોલવા માડ્યો હતો. 
 
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
આ દરમિયાન ઘર કામ કરવા આવતી મહિલા ત્યાં કામ માટે પહોંચી હતી. સગીરાની બુમો સાંભળીને તે તરત જ ઘરમાં પ્રવેશી હતી. ઘરકામ કરવા વાળી મહિલાએ સગીરાની આબરૂ બચાવી લીધી હતી. લોકોને ભેગા થતાં જોઈને યુવાન તરત જ ઘરમાંથી ભાગી ગયો હતો. પરંતુ ફરીવાર તે એપાર્ટમેન્ટની નીચે આવીને જોરજોરથી ગાળો બોલવા માંડ્યો હતો. જેથી ગભરાઈ ગયેલી સગીરાએ આ વાતની જાણ તેના માતા પિતાને કરી હતી.  માતા પિતા ઘરે પહોંચ્યા ત્યારે તેમની દીકરી ગભરાઈ ગઈ હતી. જેથી તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.