સંબંધિત સમાચાર
- Kuno National Park- કુનો નેશનલ પાર્કના જંગલમાં નામીબિયન ચિત્તા પવનનું મૃત્યુ થયું
- મેયર અને કમિશનરે હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી, શહેરવાસીઓએ સાથ આપ્યો
- રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરવા પર થશે જેલ, સરકાર કડક સજા પર વિચાર કરી રહી છે
- વાનર અને કૂતરા પર રોમાંસનું ભૂત વીડિયો
- મોટા સમાચારઃ સમગ્ર દેશમાં 5 દિવસ માટે પાસપોર્ટ સેવા બંધ, અગાઉની એપોઇન્ટમેન્ટ પણ રિશેડ્યૂલ કરવી પડશે.
લેડી ડાક્ટરએ કરી આત્મહત્યા, રશિયાથી MBBS કરનારો પતિ ચારિત્ર્ય પર શંકા કરતો હતો
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પતિના ત્રાસથી પરેશાન 26 વર્ષની નવપરિણીત તબીબ, આત્મહત્યા કરી લીધી. આ અંગેની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ કેસની તપાસ શરૂ કરી છે.
એજન્સી અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 26 વર્ષીય ડોક્ટર પ્રતિક્ષા ભુસારેના લગ્ન પાંચ મહિના પહેલા થયા હતા. પ્રતિક્ષા છત્રપતિ સંભાજીનગરની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતી.
પ્રતિક્ષાએ રવિવારે પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે પ્રતિક્ષાએ તેના પતિ પર ઉત્પીડનનો આરોપ લગાવતી સાત પાનાની નોટ છોડી છે. આ બનાવની નોંધમાં
પતિને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.
ડૉ.પ્રતિક્ષાના લગ્ન આ વર્ષે 27 માર્ચે થયા હતા. મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો છે કે પુત્રીના લગ્ન બાદ તેનો પતિ તેના પર દહેજ માટે સતત દબાણ કરી રહ્યો હતો. તે રશિયાથી છે તેણે એમબીબીએસ કર્યું છે, તે પોતાની હોસ્પિટલ ખોલવા માંગતો હતો, આ માટે તે તેને પૈસા માટે હેરાન કરતો હતો.
