મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ભોપાલ: , બુધવાર, 31 મે 2023 (07:05 IST)

MP News : મોઢામાં માટી ભરીને પ્રાઈવેટ પાર્ટમાં દંડો નાખીને મહિલા સાથે બર્બરતા, છાતી પર પથ્થર પટકયો, હાલત ગંભીર

 Madhya Pradesh Gujarati News
મધ્યપ્રદેશના સિધી જિલ્લાના અમિલિયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ટોયલેટ માટે ઘરની બહાર આવેલી મહિલા સાથે બર્બરતા કરવામાં આવી છે અને તેના મોઢામાં માટી નાખી ગુપ્તાંગમાં લાકડી નાખવામાં આવી છે. આરોપીઓએ મહિલાની છાતી પર પથ્થર  પણ પટકયો છે. મહિલાને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે.
 
શું છે મામલો
સિધી જિલ્લાના અમીલિયા પોલીસ સ્ટેશન હેઠળ એક મહિલા સાથે બર્બરતાનો મામલો સામે આવ્યો છે. અહીં નિર્દયતાથી તેના ગુપ્તાંગમાં લાકડી નાખવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે જ્યારે હું સવારે ટોયલેટ કરવા માટે મારા ઘરેથી નીકળી હતી ત્યારે બે યુવકો પહેલાથી જ દૂર બેઠા હતા. મને એકલી જોતા જ  તેઓએ મારા મોઢામાં માટી નાખી અને પછી મારા પ્રાઈવેટ પાર્ટમાં લાકડી નાખી અને મારી છાતી પર પથ્થર પણ ફેંક્યો.
 
જ્યારે મેં  જોરજોરથી બૂમો પાડી તો બંને જણા મને છોડીને ભાગી ગયા , આ બંને મારા પરિવારના છે અને તેમની સાથે અમારો જુનો વિવાદ છે. જે બાદ તેમના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલ અમેલિયા લઈ ગઈ. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાની હાલત નાજુક હોવાથી તેને સીધી જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. 
 
બીજી તરફ, આ સમગ્ર ઘટના અંગે એસપી સીધી ડો. રવિન્દ્ર વર્માએ માહિતી આપી છે કે અમિલિયા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમની હજુ પૂછપરછ ચાલી રહી છે. સાથે જ આ સમગ્ર મામલો પરસ્પર ઘરેલું ઝઘડાનો પણ જણાવવામાં આવી રહ્યો છે, અત્યારે તેમાં વાસ્તવિકતા શું છે તે તો પોલીસ તપાસ અને મેડિકલ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.