શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2024 (13:01 IST)

Punjab News - સંગરૂર જેલમાં કેદીઓ વચ્ચે છેડાઈ લોહિયાળ જંગ, તેજઘાર હથિયારથી કર્યો હુમલો, બે ના મોત

crime scene
Sangrur Jail Prisoners Fight - પંજાબની સંગરૂર જેલમાં 13 કેદીઓ વચ્ચે ખૂની જંગ છેડાઈ. જેમા 9 કેદીઓની ચાર કેદી સાથે જોરદાર રીતે ભીડત થઈ. આ લડાઈમાં ચાર કેદી ઘાયલ થયા છે. જ્યારબાદ તેમની સાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. જ્યા બે કેદીઓની મોત થઈ ગઈ અને અન્ય બે કેદીઓને પટિયાલા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ ભયાનક લડાઈની પાછળનુ કારણ સામે આવ્યુ નથી. ડીઆઈજી જેલ અને સંગરૂર પોલીસ તરફથી આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
તેજઘાર હથિયારથી કર્યો હુમલો 
પંજાબની જેલ ડીઆઈજી સુરેન્દ્ર સૈનીએ જણાવ્યુ કે સાંજે લગભગ 7 વાગે કેદીઓની ગણતરઈ કરીને તેમને અંદર બંધ કરવામાં આવી રહ્યા હતા. એ દરમિયાન કેટલાક કેદીઓ બીજી બેરકની અંદર જઈને ચાર કેદીઓની ઉપર તેજઘાર હથિયાર સાથે હુમલો કર્યો. પોલીસે કેદીઓ વચ્ચે લડાઈ જોઈને તેમને છોડાવ્યા. આમ છતા ચાર કેદીઓ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા. જેમને સંગરૂર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પણ બે કેદીઓના મોત થઈ ગયા. બીજી બાજુ અન્ય બે કેદીઓને પટિયાલાના રાજેન્દ્ર હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. તેમને જણાવ્યુ કે આ સંપૂર્ણ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 
 
સંગરૂર સરકારી હોસ્પિટલના ડોક્ટરના મુજબ હોસ્પિટલ આવતા પહેલા જ બે કેદીઓના મોત થઈ ચુક્યા હતા અને બે કેદીઓના શરીર ગંભીર રૂપે ઘવાયા હતા. જેમને પટિયાલાના રાજેન્દ્ર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  હોસ્પિટલના ડોક્ટર કરનદીપ કાહેલે જણાવ્યુ કે અમારી પાસે જીલ્લા જેલમાં હાજર ડોક્ટર ચાર કેદીઓને સારવાર માટે લાવ્યા હતા. જેમાથી હર્ષ અને ધર્મેન્દ્ર નામના બે કેદીઓના પહેલા જ મોત થઈ ચુક્યા હતા. બીજી બાજુ ગગનદીપ અને મોહમ્મદ શાહબાજ ગંભીર રૂપે ઘવાયા હોવાથી અમે તેમને પટિયાલા રેફર કર્યા છે.