બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2024 (17:02 IST)

હાર્દિક પંડ્યાની એક ભૂલ પડી ભારે, પંજાબ કિંગ્સ વિરુદ્ધ જીત પછી લાખોનો દંડ

મુંબઈ ઈંડિયંસની ટીમના કપ્તાન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ વિરુદ્દ મેચ પછી ઓવર રેટ ધીમો થવાને કારણે દંડનો સામનો કરવો પડ્યો છે. મુંબઈની ટીમે આઈપીએલની 17મી સીજનમાં પોતાનો 7મો મુકાબલો પંજાબની ટીમ વિરુદ્ધ રમાશે જેમા તેમને 9 રનોથી મેચ પોતાને નામે કરી. આ મેચમાં મુંબઈ ઈંડિયંસ ઓવર રેટના મામલે ખૂબ ધીમી હતી. જેને લઈને તેમના કપ્તાન હાર્દિક પંડ્યાને આઈપીએલ અચાર સંહિતા મુજબ દંડ લગાવવામાં આવ્યો છે. હાર્દિકના એક કપ્તાનના રૂપમા આ સીજન ધીમા ઓવર રેટને કારણે પહેલા દંડનો સામનો કરવો પડ્યો છે. 
 
12 લાખ રૂપિયાન લાગ્યો દંડ 
પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં મુંબઈ ઈંડિયંસની ઓવર રેટ ખૂબ ધીમી હતી. જેમા દાવના અંતિમ 2 ઓવરમાં 30 ગજની બહાર 5 ફિલ્ડર ને સ્થાન પર તે ફક્ત 4 ફિલ્ડર્સ જ લગાવી શક્યા. બીસીસીઆઈને તરફથી હાર્દિકને 12 લાખનો દંડ લગાવ્યો છે. જેમા રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે મુબઈ ઈંડિયંસ ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા પર પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં ધીમી ઓવર ગતિના કારણે દંડ લગાવ્યો છે. તેમની આ સીજન એક કપ્તાનની આ પહેલી ભૂલ છે તો ફક્ત 12 લાખ રૂપિયાનો ફાઈન લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે ત્યારબાદ જો મુંબઈ ઈંડિયંસ દ્વારા બીજી આ ભૂલ આ જ સીજનમાં થાય છે તો હાર્દિકને 24 લાખ રૂપિયાના દંડનો સામનો કરવો પડશે અને ટીમ બાકી ખેલાડીઓ પર પણ દંડ લગાવશે. 
 
બોલ અને બેટ બંને દ્વારા હાર્દિકે કર્યા નિરાશ 
હાર્દિક પંડ્યાને જ્યા એક બાજુ ખરાબ કપ્તાનીને કારણે અત્યાર સુધી આ સીજનમાં આલોચનાઓનો સામનો કરવો પ્ડ્યો છે તો બીજી બાજુ તે પંજાબ કિંગ્સના વિરુદ્ધ મેચમાં બેટ અને બોલથી એકવાર ફરી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. હ આર્દિકે આ મેચમાં બેટિંગ દરમિયાન એક બાજુ 6 બોલમાં 10 રન બનાવ્યા તો બીજી બાજુ બોલિંગમાં 4 ઓવર તો કર્યા પણ 33 રન ખર્ચી ને ફક્ત 1 વિકેટ મેળવવામાં સફળ રહ્યા