Ahmadabad News: મોતનું આ કેવું રિહર્સલ ! ખુદનો હતો પરલોક સીધાવાનો પ્લાન, પણ જતા રહ્યા ૩ નિર્દોષના પ્રાણ
તમે જોયું જ હશે કે ઘણા લોકો કોઈ મોટા કાર્યક્રમ પહેંલા ઘણી વખત રિહર્સલ કરે છે જેથી મેઈન ઇવેન્ટ દરમિયાન કોઈ ભૂલ ન થાય. ગુજરાતના એક શાળાના શિક્ષકે પણ આવું જ કંઈક કર્યું. પરંતુ આ શાળાના શિક્ષકે આ રિહર્સલ કોઈ ઇવેન્ટ માટે નહીં પણ પોતાના મૃત્યુ માટે કર્યું હતું. જેથી તેના મૃત્યુ પછી, તેના પરિવારને 25 લાખ રૂપિયાનું ઈશ્યોરેંસ પેમેન્ટ મળી શકે. આ રિહર્સલ દરમિયાન, શાળાના શિક્ષકે ફક્ત એક કે બે નહીં, પરંતુ ત્રણ લોકોના જીવ લઈ લીધા.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નડિયાદના એક શાળા શિક્ષક હરિકિશન મકવાણા, કાનૂની મુશ્કેલીઓ અને અંગત દુઃખથી ધેરાઈ જવાને કારણે, પોતાનો જીવ લેવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ તેમના મૃત્યુને અકસ્માત બતાવવા માટે એક ખતરનાક યોજના બનાવી હતી. આ માટે, શાળાનાં 3 નિર્દોષ લોકોને ઝેર આપીને પોતાના મૃત્યુનું રિહર્સલ કર્યું. તેમનો હેતુ એ હતો કે તેમના મૃત્યુ પછી તેમના પરિવારને 25 લાખ રૂપિયાનો જીવન વીમો મળી શકે, જે આત્મહત્યાના કિસ્સામાં આપવામાં આવતો નથી. શિક્ષકનું આ ખતરનાક આયોજન ત્રણ અઠવાડિયા પછી પ્રકાશમાં આવ્યું, જ્યારે પોલીસે ઝેરનો સ્ત્રોત શોધી કાઢ્યો
શાળાના શિક્ષક સામે શું કેસ હતો?
44 વર્ષીય શાળા શિક્ષક મકવાણાનું નામ ખંડણીના કેસમાં દાખલ કરવામાં આવ્યું હતું, જોકે તેણે કહ્યું કે એ આરોપ ખોટા હતા . ઉપરાંત, તેના પિતાના મૃત્યુથી તે ભાવનાત્મક રીતે વધુ ભાંગી પડ્યો. આરોપી મકવાણા પોતાના કાનૂની કેસ માટે પોતાના તણાવને જવાબદાર ઠેરવી રહ્યો હતો. કોઈ રસ્તો ન મળતાં, મકવાણાએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું, પરંતુ આત્મહત્યામાં એક સમસ્યા હતી, જો તે આત્મહત્યા કરે તો તેના પત્ની અને બાળકોને તેની વીમા પૉલિસીમાંથી કંઈ મળશે નહીં. પોતાના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે, શિક્ષક મકવાણા એ પોતાની મોતને ઝેર આપીને અથવા હત્યા કરીને પોતાના મૃત્યુને દુર્ઘટના જેવો દેખાડવાની યોજના બનાવી.
ક્યાંથી આવ્યો આઈડીયા ?
મકવાણાને અમદાવાદમાં સરખેજ પોલીસે ધરપકડ કરેલા એક તાંત્રિકના મીડિયા અહેવાલોથી પ્રેરણા મળી, જેણે નાણાકીય લાભ માટે 12 લોકોને ઝેર આપ્યું હતું. મકવાણાએ 21 જાન્યુઆરીએ સોડિયમ નાઇટ્રાઇટનો ઓનલાઈન ઓર્ડર આપ્યો અને પોતાના પર ઉપયોગ કરતા પહેલા તેનો અન્ય લોકો પર પરીક્ષણ કરવાની ઘૃણાસ્પદ યોજના બનાવી. પોલીસે જણાવ્યું કે 9 ફેબ્રુઆરીના રોજ તેણે કનુ ચૌહાણને પોતાનો પહેલો શિકાર બનાવ્યો. જે એક એવો વ્યક્તિ હતો જે સાંભળી અને બોલી શકતો ન હતો અને મેળાઓમાં કામ કરતો હતો. આરોપી મકવાણાએ જીરા સોડાની બોટલમાં ઘાતક રસાયણો ભેળવીને 54 વર્ષીય ચૌહાણને તે પીવડાવ્યું. ચૌહાણે બોટલમાંથી સોડા પીધો અને તેને તેના મિત્રો - દૈનિક વેતન મજૂર રવિન્દ્ર રાઠોડ (49) અને પાણીપુરી વિક્રેતા યોગેશ કુશવાહા (40) સાથે શેર કર્યો.
થોડીવારમાં જ ત્રણેય પડી ગયા
મૃત્યુએ પોલીસને મૂંઝવણમાં મૂકી દીધી, જેમણે શરૂઆતમાં ભેળસેળયુક્ત દારૂ અથવા દેશી દારૂ સાથેનો નિષ્ફળ પ્રયોગ હોવાની શંકા વ્યક્ત કરી. પરંતુ ફોરેન્સિક પરીક્ષણોમાં સોડિયમ નાઇટ્રાઇટની પુષ્ટિ થઈ, જે ઇરાદાપૂર્વક ઝેર આપવાનો સંકેત આપે છે. કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ પછી રસાયણની ખરીદી શોધી કાઢી અને તે તેમને આરોપી શિક્ષક મકવાણા સુધી લઈ ગઈ. પોલીસે આરોપી મકવાણાની કડક પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ્યો કે તેણે ત્રણ લોકોને ઝેર આપ્યું હતું જેથી તે તેના આકસ્મિક મૃત્યુનું આયોજન કરી શકે.
ખેડા પોલીસે તેની ત્રણ હત્યાના આરોપસર ધરપકડ કરી, આમ તેની ભયાનક યોજનાનો પર્દાફાશ થયો. એક પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાના પ્રયાસ તરીકે જે કાવતરૂ શરૂ થયું હતું તે હત્યા અને જેલનાં સળીયા પાછળ સમાપ્ત થયું.