1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : શનિવાર, 11 મે 2024 (15:07 IST)

માસુમ પુત્ર-પુત્રીઓને મારતી વખતે ન કાપ્યા હાથ, સામે આવી પાંચ લોકોની હત્યા કરીને ખુદનો જીવ આપવાનુ કારણ

Sitapur Crime News
Sitapur Crime News
Sitapur Murder Case : યૂપીના સીતાપુર જીલ્લામાં સનસનીખેજ ઘટના સામે આવી છે. અહી એક વ્યક્તિએ પોતાના જ પરિવારના પાંચ લોકોની હત્યા કરી નાખી. ત્યારબાદ ખુદ પણ ગોળી મારીને જીવ આપી દીધો. મૃતકના ભાઈએ ખુદને રૂમમાં બંઘ કરીને જીવ બચાવ્યો.  સૂચના મળતા પોલીસ પહોચી. પોલીસે લાશને કબજામા લઈન તપાસ શરૂ કરી દીધી છે.  ઘટના સ્થળ પરથી એક ગેરકાયદેસર હથિયાર મળી આવ્યુ છે. 
 
મળતી માહિતી મુજબ, રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામના રહેવાસી અનુરાગ સિંહ (45)એ શનિવારે રાત્રે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે તેની માતા સાવિત્રી (62) અને પત્ની પ્રિયંકા સિંહ (40)ની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
 
ત્યારબાદ પુત્રી અસ્વી(12), અર્ના (8) અને પુત્ર આદ્વિક (4)ને છત પરથી નીચે ફૈકી દીધા. પછી ગોળી મારીને ખુદને ઉડાવી દીધો.   ઘરના બધા સભ્યોનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ.  બીજી બાજુ પુત્ર આદ્વિકને ગામના લોકોએ હોસ્પિટલ લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેણે દમ દોડ્યો  
 
સીઓ મહેમુદાબાદ દિનેશ શુક્લાએ જણાવ્યું કે યુવક નશાનો વ્યસની હતો. પરિવાર તેને ડ્રગ ફ્રી સેન્ટરમાં લઈ જવા માંગતો હતો, આ બાબતે રાત્રે ઝઘડો થયો હતો. જે બાદ આ ઘટના બની હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે.
 
રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિવારના પાંચ સભ્યોની હત્યા કરીને આત્મહત્યા કરનાર અનુરાગ સિંહનો પરિવાર ખૂબ જ સમૃદ્ધ છે. પરિવાર લખનૌમાં રહેતો હતો. અનુરાગ ગામમાં રહેતો હતો. પત્ની શુક્રવારે જ બાળકો સાથે ગામમાં આવી હતી.