સુરત: 5 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ
Surat: Rape with 5-year-old daughter
સુરતમાં 5 વર્ષીય બાળકીને વડાપાંઉ અપાવવાના બહાને એક શખસ જાડી ઝાંખરા વિસ્તારમાં લઇ ગયો હતો અને દુષ્કર્મનો પ્રયાસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે સમયે જ બાળકીના માતા પિતા સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને ઝડપીને પોલીસના હવાલે કરી દીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
DCP ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, લસકાણામાં રહેતા પરિવારની 5 વર્ષની બાળકી ગત 16 ડીસેમ્બરના રોજ માતા પાસેથી પૈસા લઈને ફુગ્ગો લેવા ગઈ હતી. આ દરમિયાન આરોપી બાળકીને વડાપાવ અપાવવાની વાત કરી લલચાવી ફોસલાવી પોતાની સાથે લઇ ગયો હતો અને બાળકીને વડાપાંઉ અપાવી પોતાની સાથે જાળી ઝાંખરા વાળી જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે બદકામ કરવાના ઈરાદે બાળકીના કપડા પણ ઉતર્યા હતા. જોકે એક શખસ બાળકીને તેની સાથે જતા જોઈ ગયો હતો. આ દરમિયાન બાળકીના પરિવારજનો બાળકીને શોધતા શોધતા ત્યાં પહોંચ્યા હતા અને બાળકીને બચાવી લીધી છે.
