સંબંધિત સમાચાર
- મહારાષ્ટ્રના નાસિકમાં દર્દનાક દુર્ઘટનાં, કાર કુવામાં પડવાથી એક જ પરિવારનાં 9 લોકોના મોત
- ઘરના સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ ગર્ભવતી પત્ની અને 2 પુત્રીઓ, પતિએ બતાવી દુર્ઘટના, CCTV દ્વારા ખુલશે હકીકત
- VIDEO: ગ્વાલિયરમા ઓટોસ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કર, 5 પેસેંજરનુ ઓન ધ સ્પોટ મોત, 3 ની જગ્યાએ Auto માં બેસ્યા હતા 9 લોકો
- વાવાઝોડાની ચેતવણી! અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
- આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: બસમાં આગ લાગતાં 10 મુસાફરો જીવતા બળી ગયા, ચીસો ગુંજી ઉઠી
પૌત્રની થારથી કચડાઈને દાદીનુ દર્દનાક મોત, ચીસો પાડતી રહી ગઈ વૃદ્ધ મહિલા, VIDEO આવ્યો સામે
Thar acciden
સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પ્રકારના વીડિયો સામે આવતા રહે છે. તેમાથી કેટલીક એવી દુર્ઘટના હોય છે જેનો વીડિયો ખૂબ જ દર્દનાક હોય છે. આવો જ એક મામલો ફર્ર્ખાબાદ જીલ્લામાંથી આમે આવ્યો છે. અહી એક મહિલા થાર અને દિવાલ વચ્ચે દબાઈ જાય છે. જેનો વીડિયો નજીકમાં જ લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ જાય છે. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે થાર ગાડી આપમેળે જ પાછળની બાજુ આવી જાય છે અને ત્યા ઉભેલી મહિલાને ટક્કર મારી દે છે. જો કે મહિલાએ પોતાનો જીવ બચવવાનો કોશિશ કરે છે પણ પાછળ દિવાલ અને થાર ની વચ્ચે આવી જવાથી તેનુ મોત થઈ જાય છે.
ગાડી પાર્ક કરતી વખતે થઈ દુર્ઘટના
Farrukhabad Disturbing Visuals
— Dave (Road Safety: City & Highways) (@motordave2) April 4, 2026
Looks like Mahindra Thars Hand Gear not engaged while parking, left in neutral mostly, Thar rolled back & hit the lady. Lady no more…
Slope next to the Gate.@DriveSmart_IN @dabir @InfraEye pic.twitter.com/fkVSU8yBBg
મળતી માહિતી મુજબ આ મામલો કાદરી ગેટ પોલીસ મથક ક્ષેત્રનો બતાવાઈ રહ્યો છે. અહી શહેરની આવાસ વિકાસ કોલોનીમાં ન્યૂ એલઆઈસી બિલ્ડિંગની સામે ગલીમાં 70 વર્ષીય મહિલાએ ગેટ ખોલ્યો અને થાર ગાડી અંદર ગયા પછી દરવાજો બંધ કરવા લાગી. આ દરમિયાન તેમના પરિવારના યુવકે બેદરકારીથી પોતાની થાર ગાડી ઉભી કરી દીધી. બીજી બાજુ વૃદ્ધ મહિલા ગેટ બંધ કરી જ રહી હતી, ત્યા સુધી હૈંડ બ્રેક ન લાગી હોવાથી ગાડી આપમેળે જ પાછળની તરફ જવા માંડી. મહિલાએ ગાડી આવતા ન જોઈ અને ગાડીએ તેને ટક્કર મારી દીધી.
ઘટનાનો સીસીટીવી ફુટેજ આવ્યો સમે
મહિલા કાર સાથે થોડી દૂર સુધી ચાલી હતી, પરંતુ કાર અને મહિલા બંને પાછળની દિવાલ સાથે અથડાઈ ગયા. તેમની વચ્ચે આવતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ પરિવારના સભ્યોએ થાર કાર ઘરની અંદર પાર્ક કરી દીધી. આ મામલો પારિવારિક હોવાથી પરિવારના સભ્યો કંઈ કહેવા તૈયાર નથી. દરમિયાન, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મૃતક મહિલાની ઓળખ સરલા કટિયાર તરીકે થઈ છે, જે આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત હતી. ઘટના બાદ, પરિવારના સભ્યોએ મૌન ધારણ કર્યું છે. પોલીસને પણ ઘટના અંગે કોઈ માહિતી મળી નથી. દરમિયાન, ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કાદરી ગેટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કપિલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ અંગે કોઈએ કોઈ માહિતી આપી નથી.
