રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : રવિવાર, 10 ડિસેમ્બર 2023 (15:07 IST)

પત્નીનું માથું કાપી પોલીસ સ્ટેશન પહોંચ્યો શખ્સ

ઓડિશાના નયાગઢ જિલ્લામાં એક વ્યક્તિ તેની પત્નીનું કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસ સ્ટેશન પહોંચીને પતિએ કહ્યું, સાહેબ મારી ધરપકડ કરો, જુઓ મેં મારી પત્નીની હત્યા કરી છે. આ ધૃણાસ્પદ ઘટનાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણકારી મળતા જ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
 
એક હૃદયદ્રાવક ઘટનામાં, શનિવારે ઓડિશાના નયાગઢ જિલ્લામાં એક 35 વર્ષીય વ્યક્તિએ તેની પત્નીના કપાયેલા માથા સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
 
અજાણી વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધોને લઈને દંપતીમાં હંમેશા ઝઘડા થતા હતા. શનિવારે પણ અર્જુન અને તેની પત્ની વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન ધીરજ ગુમાવતા અર્જુને તિક્ષ્ણ હથિયાર ઉપાડીને પત્નીની હત્યા કરી નાખી હતી.