સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (08:16 IST)

ફોટોશૂટ માટે પહોંચી હતી મૉડલ, લૉજમાં ત્રણ દિવસો સુધી બંધક બનાવીને કર્યુ ગેંગરેપ

કેરળમાં ફોટોશૂટ માટે પહોંચી એક મૉડલથી ત્રણ દિવસો સુધી ગેંગરેપ કરનાર કેસ સામે આવ્યુ છે. આ કેસમાં પોલીસએ એક યુવકની ધરપકડ કરી લીધી છે. યુવતીનો આરોપ છે કે ડિંક્સની સાથે તેને ડ્ર્ગ્સ આપ્યુ હતું. ત્યારબાદ તે બેભાન થઈ ગઈ અને સતત ત્રણ દિવસ સુધી તેમની સાથે ગેંગરેપ કર્યુ આ ઘટનાને ત્રણ લોકોએ અંજામ આપ્યુ હતું. યુવતીએ જણાવ્યુ કે તેની સાથે આ ઘટના તે જ લૉજમાં થઈ જ્યાં તે રોકાઈ હતી પીડિતાને ફરિયાદ કરી છે કે આરોપીઓ એ ડિસેમ્બર થી ત્રણ ડિસેમ્બર સુધી તેમની સાથે બળાત્કાર કર્યો. આરોપીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યુ અને પીડિતાને બ્લેકમેલ કરવા માટે ઉપયોગ કર્યો. 
 
તેણે આ વીડિયોને લીક કરવાની ધમકી આપી તેમનો ફરીથી બળાત્કાર કર્યા. પોલીસએ જણાવ્યુ કે આરોપી સલીમ કુમાર (33)ની ધરપકડ કરી લીધી છે અને બે બીજા આરોપીએ અજમલ અને શમીરની શોધ કરાઈ રહી છે.  પોલીસે જણાવ્યું કે મલપ્પુરમની રહેવાસી પીડિતાએ તેની ફરિયાદમાં કહ્યું છે કે તે અહીં ફોટોશૂટ માટે આવી હતી અને તે અલપ્પુઝાના રહેવાસી કુમારને પહેલેથી જ ઓળખતી હોવાથી તેણે મહિલાને લોજમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ બાદમાં ત્રણેય આરોપીઓએ લોજના માલિક સાથે મળીને નશો ભેળવીને તેને પીવડાવી અને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો.
 
તેણીએ જણાવ્યું કે ઇન્ફોપાર્ક પોલીસે કેસ નોંધ્યો છે અને તેઓ અન્ય આરોપીઓને શોધી રહ્યા છે. હાલમાં સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, પરંતુ આ ઘટનાથી કેરળમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર સક્રિય થયું છે અને અન્ય બે આરોપીઓની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. લોજમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના પર્યટન રાજ્ય તરીકે ઓળખાતા કેરળ માટે ચિંતાજનક છે.