શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 6 ડિસેમ્બર 2021 (15:36 IST)

Katrina-Vicky Kaushal Wedding:કેટરીના કૈફ અને વિક્કી કૌશલ જશે ચોથ માતાના મંદિર? દર્શન વગર ત્યાં અધૂરો ગણાય છે લગ્ન

વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નનો સેલિબ્રેશન શરૂ થઈ ગયુ છે. 7,8 અને 9 ડિસેમ્બરના વચ્ચે તેમના લગ્નના રીતીઓ થશે . રિપોર્ટસની માનીએ કે લગ્ન થયા પછી વિક્કી અને કટરીના ચોથ માતાના પ્રસિદ્ધ મંદિર જઈ શકે છે. આ મંદિર સુધી પહોંચવા માટે લોકોને 700 સીડીઓ ચડવી પડે છે. માન્યતા છે કે બરવાડાના ચોથ મંદિર ગયા વહર લગ્નની રીતી પૂર્ણ નહી હોય છે. માનવુ છે કે સુહાગન પતિની રક્ષા માટે લગ્ન પછી આ મંદિરમાં માતાના દર્શન કરવા જાય છે. મંદિર વેડિગ વેન્યુ થી થોડી જ દૂર છે. 
 
9 ડિસેમ્બરને લગ્નના સમાચાર 
કટરીના કૈફનો પરિવાર સોમવારે રાજસ્થાન માટે પ્રસ્થાન કર્યું છે. તેમના લગ્નની વિધિ 7મીથી શરૂ થશે. મહેંદી, સંગીત પછી હવે 9 ડિસેમ્બરે લગ્નના સમાચાર છે. એવા અહેવાલો છે કે વિકી-કેટરિના હિંદુ અને ખ્રિસ્તી બંને રીત રિવાજોથી લગ્ન કરી શકે છે. તેઓ સવાઈ માધોપુરના ચોથ કા બરવાડાના સિક્સ સેન્સ લક્ઝરી રિસોર્ટમાં લગ્ન કરી રહ્યા છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ લગ્ન પછી બંને નજીકના ચોથ માતાના મંદિરે જઈ શકે છે. 
14મી સદીના મહેલમાં કેટરીના તથા વિકીએ ખાસ મંડપ તૈયાર કરાવ્યો છે. આ મંડપ કાચનો બનેલો છે અને તેની અંદર કેટ-વિકી ફેરા ફરશે. માનવામાં આવે છે કે હિંદુ વિધિ બાદ કેટ-વિકી ક્રિશ્ચિયન વિધિથી પણ લગ્ન કરશે.
લગ્નમાં કેટરિના અને વિકીની નજીકના લોકો જ હાજરી આપશે. અહેવાલો અનુસાર, લગ્ન સમારોહ 7 ડિસેમ્બરથી સંગીત સાથે શરૂ થશે. આ પછી 8મીએ મહેંદી અને 9મીએ લગ્ન થશે. અંતે 10 ડિસેમ્બરે કપલ રિસેપ્શનનું આયોજન કરશે. બંને રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ખાતે હિંદુ રીતિ-રિવાજ મુજબ સાત ફેરા લેશે. આ લક્ઝુરિયસ રિસોર્ટ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલું છે.