શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 27 માર્ચ 2022 (18:32 IST)

મજૂરીએ આવેલી સગીરાને માલિકે પીંખી નાખી- મકાનના બાંધકામમાં આવેલી સગીરાને માલિકે પાછળથી પકડી લીધી, આખરે પીંખીને જ છોડી

આણંદ જિલ્લાનાં ઓડ ગામની પીપળીયા સીમમાં નવા મકાનનાં બાંધકામમાં મજુરી કામે આવતી સગીર વયની કિશોરી પર મકાન માલિક ત્રણ બાળકોનાં પિતાએ દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ સગીરાની પિતરાઈ સગીર બહેનનાં ધરમાં ધૂસી જઈને પણ તેનો આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે ખંભોળજ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
ઓડ ગામની પીપળીયા સીમમાં રહેતા મિતેશભાઇ ધનશ્યામભાઈ સ્વામી તળપદા (ઉંમર 35 વર્ષ) પરિણીત અને ત્રણ બાળકોનો પિતા છે. તેનાં  નવા મકાનનું બાંધકામ ચાલતું હતું, જેમાં એક સગીર વયની કિશોરી મજુરી કામે આવતી હતી. જેને જોઈને મિતેશ સ્વામીની વાસના સળવળી હતી અને તેણે સગીર કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવવાની ફિરાકમાં હતો. આ દરમિયાન ગત તા.10મી માર્ચનાં રોજ સગીર કિશોરી રેતીનું તગારૂ લઈ રૂમમાં નાખવા ગઈ હતી, ત્યારે પહેલાથી રૂમમાં સંતાઈ રહેલા મિતેશે કિશોરીને પાછળથી પકડી લીધી હતી. તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાના ચાર દિવસ બાદ ફરીવાર સગીરાને બોલાવીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, અને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકીઓ આપી હતી. જેથી કિશોરી ગભરાઈ ગઈ હોઈ તેણે આ વાત કોઈને કહી ન હતી.
આ ધટના બાદ હવસખોર મિતેશ સ્વામીાની હિંમત ખૂલી ગઈ હતી. તેણે સગીર કિશોરીની 14 વર્ષની સગીર પિતરાઈ બહેન પર પણ પોતાની નજર બગાડી હતી. સગીર કિશોરીનાં પરિવારજનો બહાર ગયા હતા ત્યારે મિતેશ પટેલ કિશોરીનાં કાકાનાં ધરમાં પક્કડ લેવાનાં બહાને ધુસી ગયો હતો. તેણે સગીર કિશોરીની સગીર વયની પિતરાઈ બહેનની સાથે અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશોરીએ બુમાબુમ કરતા મિતેશ તળપદા ભાગી છુટયો હતો.