શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Updated : મંગળવાર, 13 જૂન 2023 (18:57 IST)

જામનગર આસપાસના દરીયાકાંઠાનાં વિસ્તારોમાંથી ૭૩ પ્રસુતાઓનું સ્થળાંતર કરાયુ, 9 સગર્ભાઓની સફળ પ્રસુતિ

Migration of 73 pregnant women from coastal areas
Migration of 73 pregnant women from coastal areas
બિપરજોય વાવાઝોડા સંદર્ભે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જામનગરની આરોગ્ય શાખા દ્વારા વ્યાપક પગલાંઓ લેવાઈ રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના સીધી દેખરેખ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને આપદાનો સામનો કરવા સજ્જ કરાઈ રહ્યા છે.રેપીડ રિસ્પોન્સ મેડિકલ ટીમ તેમજ મોબાઈલ મેડિકલ ટીમ દરિયાકાંઠાના ગામોમાં ફરી નાદુરસ્ત લોકોના આરોગ્ય તથા આશ્રયને લગતી તમામ કાળજીઓ લઈ રહી છે.
pregnant women
pregnant women

જિલ્લા આરોગ્યની ટીમે આજ રીતે તમામ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં પહોંચી આગામી અઠવાડીયા દરમિયાન જે સગર્ભાઓની પ્રસૂતિ થવાની હોય તેવી ૭૩ બહેનોને દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારમાથી સ્થળાંતરિત કરી પ્રસૂતિ થઇ શકે તેવા નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે  સરકારી એમ્બ્યુલન્સ મારફતે રીફર કરેલ છે. જ્યાં રાઉન્ડ ધ ક્લોક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તેઓની પૂર્વ પ્રસૂતિ અંગેની સતત કાળજી રાખી રહ્યા છે. અને તમામ જીવન જરૂરી આનુષંગિક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દરમિયાન ૭૩ પૈકીના ૯ સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ પણ કરાવવામાં આવેલ છે.અને તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પાડવામાં આવેલું છે.જામનગર ના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી માનવ વસ્તીને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે માધાપર ભૂંગામાં વસવાટ કરતા ૧૨૦ પરિવારને સ્થળાંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં પુર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમના ૪૦ સભ્યોની ટુકડી જામનગરના માધાપર ભૂંગા વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં ૧૨૦ જેટલા પરિવારો કાચા પાકનો બનાવીને વસવાટ કરે છે, તે પરિવારોની ૮૦૦ ની વસ્તી ધરાવતા લોકોનું એન ડી આર એફ ની ટીમ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું, અને મહાનગર પાલિકા દ્વારા ઉભા કરાયેલા આશ્રય સ્થાનમાં તમામનું સ્થળાંતર કરવામાં આવી રહયું છે.