ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. દિવાળી
Written By વેબ દુનિયા|

દિવાળી સ્પેશ્યલ રેસીપી ચકલી

P.R

સામગ્રી - એક કિલો ચોખા, 1/2 કિલો ચણાની દાળ, 1/4 કિલો અડદની દાળ, 125 ગ્રામ મગની દાળ, એક મુઠ્ઠી આખા ધાણા, બે ચમચી જીરુ, એક મુઠ્ઠી સાબુદાણા.

બનાવવાની રીત - એક કડાઈમાં ઉપરોક્ત સામગ્રી એક પછી એક કરીને ગુલાબી રંગની શેકી લો. પછી આ બધી સામગ્રી મિક્સ કરીને દળી લો.

જેટલા મિશ્રણની ચકલી બનાવવા માંગતા હોય તેટલા મિશ્રણને એક કડાઈમાં લો. તેમા તેલનુ મોણ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરુ, અજમો, ચપટી ખાવાનો સોડા બે ચમચી માખણ નાખીને મીડિયમ લોટ બાંધો. ચકલીના સાંચો લઈ તેમા અંદરથી તેલ લગાવી ચકલીનો થોડો લોટ લઈને ચકલી પાડી લો. બધી ચકલી બનાવ્યા પછી તેને ગરમ તેલમાં સોનેરી રંગની તળી લો.

તૈયાર છે દિવાળીની ખાસ રેસીપી ચકલી.