શુક્રવાર, 23 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: બુધવાર, 4 નવેમ્બર 2015 (14:22 IST)

દિવાળીનું રાશિ ફળ - બનશે શુભ યોગ, જાણો કોણે મળશે લાભ

દિવાળીનું રાશિ ફળ
આ વખતે દિવાળી 11 નવેમ્બર પર એક નહી અનેક ખાસ યોગ લઈને આવી રહી છે. આ યોગ જનસામાન્યને શુભ ફળ આપનારી છે. આ વખતે દિવાળીનો તહેવાર સૌભાગ્ય અને ધાતા યોગમાં મનાવાશે. આ યોગમાં કરવામાં આવેલ લક્ષ્મી પૂજા સુખ-સમૃદ્ધિ અને ધન વૈભવ અપાવનારી રહેશે. દિવાળીની પૂજા વિશાખા નક્ષત્રમાં થશે જેનો સ્વામી ગુરૂ છે. 
 
ગુરૂ આ સમયે સિંહ રાશિમાં આવેલો છે. આ કારણે પણ દેશ માટે દિવાળી મહત્વપુર્ણ રહેશે. ચારેબાજુ આનંદ રહેશે અને વેપારમાં ઉન્નતિ થશે. દિવાળી પર કયા કયા યોગ બની રહ્યા છે તેની માહિતી આ પ્રકરની છે. 
 
131 વર્ષ પછી ગુરૂ-રાહુનો યોગ બનશે. 
 
જ્યોતિષ મુજબ આ વખતે દિવાળીમાં ગુરૂ સિંહ રાશિ પર રહેશે અને રાહુ કન્યામાં રહેશે. આ યોગ પહેલા 1884માં બન્યો હતો. એ સમયે પણ રાહુ કન્યા રાશિ અને ગુરૂ સિંહ રાશિમાં હતો. ત્યારબાદ આ યોગ ફરી 131 વર્ષ પછી 2145માં બનશે. પં. શર્મા મુજબ ગુરૂ સિંહ રાશિમાં અને રાહુ કન્યા રાશિમાં રહેવાથી લક્ષ્મી પ્રાપ્તિ માટે કરવામાં આવેલ ઉપાયોમાં સફળતા મળશે.  રાહુની સારી સ્થિતિને કારણે આ દિવસે કરવામાં આવેલ તાંત્રિક પ્રયોગ સિદ્ધ થશે. 
 
મેષ રાશિ - સૂર્ય નીચનો થઈને ચંદ્ર તુલા રાશિ પર નજર નાખશે. સમય સારો રહેશે. પ્રસન્નતા રહેશે. ખર્ચ વધુ થશે પણ આવક પણ સારી રહેશે.  વેપારમાં કશુ નવુ કરવાને મળી શકે છે. પ્રેમમાં સફળતા મળશે. 
 
વૃષભ રાશિ - શનિની દ્રષ્ટિ અને ચતુર્થ ગુરૂ બેકારની વાતોમાં અટવાઈ જવાની શક્યતા. સમય મુજબ ચાલવામાં મુશ્કેલી થઈ શકે છે. ખરાબ આદતો આકર્ષિત કરી શકે છે. બચીને રહો. સારી સંગતમાં રહો. જુગાર સટ્ટેબાજીથી દૂર રહો 
 
મિથુન રાશિ - તૃતીય ગૃહ ઉત્સાહ વધારશે. સમયનો સદ્દપયોગ કરવામાં સફળ રહેશો. ધનની આવક સારી રહેશે. નવા દોસ્ત બનશે અને કોઈ મોટુ કામ થવાની શક્યતા છે. જમીન સંબંધી કામમાં પણ સફળતા મળી શકે છે. 
 
કર્ક - ચંદ્ર સારો હોવાથી સંપત્તિના કાર્યોમાં સફળતા મળશે.  નવા સંબંધો બનશે પણ જૂના સંબંધોનું મહત્વ ન વિસરશો.  વડીલોના આશીર્વાદ મળશે.  કોઈ સારા સમાચાર મળવાની શક્યતા. સંતાન તરફ ચિંતા. 
 
સિંહ - ગુરૂ ગોચર રાશિમાં હોવાથી દિવાળી પર કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરી શકો છો. ધનની આવક સારી રહેશે અને માન-સન્માનમાં વધારો રહેશે. અનેક મોટા કામની શરૂઆત થઈ શકે છે. પરિવાર સહયોગ કરશે અને સંતાન પણ અનુકૂળ રહેશે. 
 
કન્યા રાશિ - 12મા ગુરૂ અને નીચના શુક્ર સાથે રાહુનો ગોચર પણ રાશિમાં રહેશે.  131 વર્ષના યોગનો રાશિ પર પ્રભાવ રહેશે. યોગ્યતાનો વિકાસ થશે. ચંદ્રનો ગોચર આવકને સારી બનાવશે.  જમીન દ્વારા લાભ મળશે. વૈવાહિક સંબંધમાં સુધારો થશે. 
 
વૃશ્ચિક રાશિ - સમય સારો રહેશે અને આવક થશે પણ ખર્ચ પણ થશે. ચિંતાઓ સમાપ્ત થવાનુ નામ નહી લે. અજ્ઞાત ભય કાયમ રહેશે. કર્જ સંબંધી કોઈ સમસ્યા છે તો તેનો હલ થઈ શકે છે. કોઈ નવુ કામ હાથમાં ન લેશો. પ્રેમમા નકારાત્મકતા રહેશે. 
 
ધન - ભાગ્યનો ગુરૂ મજબૂત હોવાથી કાર્યોમાં સફળતા મળી શકે છે.  અચાનક ક્યાકથી સારા સમાચાર મળવાની શક્યતા.  તમારી ઈચ્છા મુજબની નોકરી મળવાની શક્યતા. જમીન સંપત્તિ સંબંધી લાભ. નવા સંબંધો બનશે. પ્રેમમાં સપળતા મળી શકે છે. 
 
મકર રાશિ - ભાગ્યનો સાથ મળશે. એક સાથે અનેક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. રોકાયેલા કામ પણ પુરા થઈ શકે છે. આ સમય આત્મવિશ્વાસ વધેલો રહેશે.  જો કોઈ જુનો રોગ છે તો તેમા પણ લાભ મળશે.  આ સમય તમારે માટે ખૂબ સારો રહેશે.  
કુંભ - આવક ખૂબ સારી રહેશે અને સંતાન સુખ પ્રાપ્ત થશે. યોગ્યતા મુજબ કામ મળશે. જવાબદારીઓ વધી શકે છે. કામ વધુ રહેશે. ત્વચા સંબંધી રોગ પણ થઈ શકે છે. ભાઈઓની મદદ મળશે. 
 
મીન રાશિ - ખર્ચ વધુ થશે અને સંતાનની ચિંતા થઈ શકે છે. કોઈ રોગથી પ્રભાવિત થઈ શકો છો. વિરોધી પ્રભાવ નાખવાનો પ્રયાસ કરી શકે છે. દિવાળી પછી થોડો આરામ મળવાની શક્યતા છે.  કોઈને નબળા ન સમજશો અને બધા પર નજર રાખતા રહો.