Basant Panchami 2026 Wishes in Gujarati : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ
Happy Basant Panchami 2026 Wishes In Gujarat i: દર વર્ષે વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. તે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે, જેને વસંત પંચમી, શ્રી પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ઋતુઓના રાજા વસંતના આગમનને દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે વસંત પંચમીથી પ્રકૃતિ હરિયાળી, ફૂલોની સુગંધ અને નવી ઉર્જાથી ભરેલી હોય છે. ખેતરોમાં પીળા સરસવના ફૂલો ખીલે છે, અને વાતાવરણમાં ઉત્સાહની ભાવના છવાઈ જાય છે. આ કારણોસર, આ તહેવાર ખાસ કરીને પીળા રંગ સાથે પણ સંકળાયેલો છે.
વસંત પંચમીના રોજ મા સરસવતીની પૂજાનુ વિશેષ મહત્વ છે. મા સરસ્વતી જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા અને કલાની દેવી માનવામા આવે છે. વિદ્યાર્થી શિક્ષક, કલાકાર અને વિદ્યા સાથે જોડાયેલા લોકો આ દિવસે વિશેષ રૂપથી મા સરસ્વતીની આરાઘના કરે છે અને પોતાના જીવનમાં જ્ઞાન અને સમજની કામના કરે છે.
પૂજા પાઠ સાથે લોકો એકબીજાને વસંત પંચમીની પુષ્કળ શુભેચ્છાઓ પણ મોકલે છે. અહી અમે તમારે માટે કેટલાક પસંદગીના ગુજરાતી શુભેચ્છા સંદેશ લઈને આવ્યા છે. જે તમે તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલી શકો છો.
Happy Vasant Panchami Wishes
1 પીળા પીળા ફૂલથી સજ્યો છે સંસાર
વસંત પંચમી લાવે જીવનમાં ખુશીઓની બહાર
વસંત પંચમીની શુભેચ્છા
2. વીણાની મધુર તાનથી ગૂંજી ઉઠે સંસાર
માં સરસ્વતી કરે તમારા સપના સાકાર
હેપી વસંત પંચમી
Happy Vasant Panchami Wishes
૩. પીળા પીળા ફૂલોની સુગંઘથી
સજી જાય બધા રસ્તા
માં સરસ્વતી દૂર રાખે
જીવનના બધા કષ્ટ
હેપી વસંત પંચમી 2026
Happy Vasant Panchami Wishes
4. જ્ઞાન, બુદ્ધિ અને વિવેકનું થાય અજવાળું
સરસ્વતી કરે જીવન સફળ આખું
વસંત પંચમીની હાર્દિક શુભેચ્છા
Happy Vasant Panchami Wishes
5 અજ્ઞાનનાં અંધારાને આજે હટાવો
માં સરસ્વતી આગળ શીશ નમાવો
સરસ્વતી પૂજાની હાર્દિક શુભેચ્છા
6. પીળા રંગમાં રગાયું છે આજે દરેક સપનું
માં સરસ્વતીથી સજાય જીવનનું દરેક પાનું
Happy Vasant Panchami
7. પુસ્તકો સાથે હોય દોસ્તી, કલમ સાથે પ્રેમ
માં સરસ્વતી કરે દરેક વિદ્યાર્થીનો ઉદ્ધાર
હેપી વસંત પંચમી
8. જ્ઞાન નો દીવો પ્રગટે, અજ્ઞાન થાય દૂર
માં સરસ્વતી કરે જીવન ભરપૂર
વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ
9. પીળા વસ્ત્ર પીળા ફૂલ, પીળી ઉમંગ
માં સરસ્વતીથી ભરાય જાય જીવનનો રંગ
સરસ્વતી પૂજાની હાર્દિક શુભકામનાઓ
10. મનમાં હોય શાંતિ, બુદ્ધિમાં પ્રકાશ
માં સરસ્વતી કરે જીવન ખાસ
હેપી વસંત પંચમી