મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

Bhai bij : ભાઈબીજ ક્યારે છે જાણો તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ

Bhai bij 2024 -ભાઈબીજ કારતક મહિનાના સુદ બીજના દિવસે ઉજવાય છે. આ દિવસે, બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેને સૂકું નારિયેળ પણ આપે છે. આ પછી ભાઈ તેની બહેનને પ્રેમના રૂપમાં ભેટ આપે છે.
 
ભાઈબીજનુ શુભ મુહુર્ત 
 
3 નવેમ્બર 2024ના સવારે 11.38 કલાક સુધી સૌભાગ્ય યોગ રહેશે.
બ્રહ્મ મુહૂર્ત –  સવારે 04;51 થી 05:43 સવાર સુધી 
વિજય મુહૂર્ત – બપોરે 01:54 થી 02:38 સુધી
સંધિકાળનો સમય – સાંજે 05:34 થી 06 વાગ્યા સુધી
 
ભાઈ બીજનું મહત્વ
આ બીજને યમ દ્વિતીયા પણ કહેવાય છે.  ભાઈબીજ એટલેકે યમ દ્વિતીયા ના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલુ. અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. અને બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અકાળ મૃત્યુ નહી થાય. 
 
આ દિવસે બહેન ભાઈને પોતાની ઘેર જમવા બોલાવે છે. ભાઈ-ભાભી, બાળકો સૌ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યુ ખૂબ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા, મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે