રવિવાર, 28 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 15 નવેમ્બર 2023 (15:56 IST)

Kedarnath Dham: શુ આપ જાણો છો કે ભાઈબીજના દિવસે જ કેમ બંધ થાય છે કેદારનાથ ધામના કપાટ ? જાણો હવે ક્યારે થશે બાબા કેદારના દર્શન

Kedarnath Dham: 12 જ્યોતિર્લિંગોમાંથી એક વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજે  એટલે કે 15 નવેમ્બરના રોજ બંધ કરવામા આવ્યા છે. હવે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ભક્તોને 6 મહિનાની રાહ જોવી પડશે.  આજે વિધિ વિધાન સાથે સમાધિ પૂજા પછી ગર્ભ ગ્રહને બંધ કરી દેવામાં આવ્યો છે. બાબા કેદારના દર્શન કરવા માટે અહી દર વર્ષે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.  આ મંદિરથી ભોલેનાથના ભક્તોની ઊંડી આસ્થા જોડાયેલી છે. 
 
બીજી બાજુ તમને જણાવી દઈકે દરેક ભાઈબીજના દિવસે જ શીતકાલને કારણે કેદારનાથ ધામના કપાટ સંપૂર્ણ છ મહિના માટે બંધ કરી દેવામાં આવે છે.  આ દરમિય આન ભક્તગણ બાબા કેદારનાથના દર્શન ઉખીમઠના ઓકારેશ્વર મંદિરમાં કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા પછી બાબા કેદારનાથની પંચમુખી ડોલી ઉખીમઠના ઓંકારેશ્વર મંદિર સુધી ખૂબ જ ધામધૂમ સાથે નીકળે છે. ત્યારબાદ આગામી 6 મહિના સુધી શ્રદ્ધાળુ ઓકારેશ્વર મંદિરમાં શિવજીના દર્શન કરી શકે છે. 

 
ભાઈબીજના દિવસે જ કેમ બંધ થાય છે કેદારનાથ મંદિરના કપાટ 
ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ ખુલતા અને બંધ થવાની એક ચોક્કસ તારીખ હોય છે. આ તિથિમાં મંદિરના કપાટ ખોલવામાં અને બંધ કરવામાં આવે છે. બાબા કેદારનાથ ધામના કપાટ પણ દર ભાઈબીજ એટલે કે દિવાળીના બે દિવસ પછી બંધ કરવામાં આવે છે. તો આજે અમે તમને બતાવીશુ કે છેવટે મંદિરના દ્વાર આ જ દિવસે કેમ બંધ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ મહાભારત યુદ્ધ પછી પાંડવ પોતાની પત્ની દ્રોપદી સાથે હિમાલય પહોચ્યા જ્યા તેમણે ભગવાન શિવના મંદિરનુ નિર્માણ કર્યુ. ત્યારબાદ તેમને અહી પોતાના પિતરોનુ તર્પણ કર્યુ છે. ત્યારબાદ જ તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. કહેવાય છે કે જે દિવસે પાંડવોએ પોતાના પૂર્વજોનુ તર્પણ કર્યુ હતુ એ ભાઈબીજનો જ દિવસ હતો, તેથી ત્યારથી જ આ દિવસે કેદારનાથના કપાટ બંધ થવા લાગ્યા. 

Edited by - Kalyani Deshmukh