શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (12:40 IST)

ધનતેરસ - ગરીબી દૂર કરવાના સૌથી મોટા શુભ સંયોગમાં કરો ખરીદી

2016માં અંગ્રેજી નવવર્ષ અને નવ સંવતની શરૂઅત શુક્રવારથી થઈ.  તો આ વર્ષનો રાજા શુક્ર ગ્રહ છે. આ દિવસે દેવી લક્ષ્મીનો પણ પ્રિય દિવસ છે.  શુક્રવારે દિવસે ધનતેરસ હોવાથી આ ખૂબ જ શુભ છે. ગરીબી દૂર કરવાના આ સૌથી મોટા યોગમાં કરવામા6 આવેલ ખરીદીથી ઘરમાં બરકત આવે છે. શુભ સંયોગમાં કરવામાં આવેલ શોપિંગ સોભાગ્ય લઈને આવે છે.  જે બનાવે છે માલામાલ. મા લક્ષ્મી, ધનના દેવતા કુબેર સાથે મળે છે ભગવાન ધન્વન્તરિની કૃપા. 
 
- હીરા શુક્રનો રત્ન છે. હીરો એ બધા વ્યક્તિ પહેરી શકે છે જેમની જન્મ કુંડળીમાં શુક્ર સારા ભાવનો અધિપતિ હોય છે. તેને ધારણ કરવાથી આયુ વૃદ્ધિ જીવન રક્ષા, સ્વાસ્થ્ય લાભ, વેપારમાં લાબ અને અન્ય શુભ ફળ પ્રાપ્ત થાય છે. પ્રમાણિક દુકાન પરથી જ અસલી હીરો ગેરંટીથી ખરીદવો જોઈએ. 
 
- ધનતરેસના દિવસે લક્ષ્મી-ગણેશની મૂર્તિ, સોના-ચાંદીના સિક્કા વગેરે ખરીદવાની પરંપરા છે. તેનાથી ઘરમાં ધન અને અન્નની કમી આવતી નથી. ચાંદી ચંદ્રમાનો પ્રતિક હોય છે અને તેનાથી ઘરમાં શીતળતા આવે છે. 
 
- રુદ્રાક્ષની માળા જરૂર ખરીદો 
 
- ધનતેરસના દિવસે કોડી ખરીદીને ઘરમાં લાવો અને અતૂટ ધન પ્રાપ્તિ માટે દિવાળીની રાત્રે મહાલક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરી કેસરથી રંગેલી કોડીઓ સમર્પિત કરી પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મુકો. 
 
- હથાજોડી અને મા લક્ષ્મીનુ એક સાથે પૂજન કરો. ધન સંબંધિત સમસ્યાઓનુ નિવારણ થશે. 
 
- ધનતેરસ અને દિવાળીના દિવસે મીઠાનુ પેકેટ ખરીદીને ઘરે લાવો અને તેને ખાવાનુ બનાવવામાં પ્રયોગ કરો. તેનાથી આખુ વર્ષ લક્ષ્મી કૃપા બની રહે છે. દિવાળીના દિવસે મીઠાના પાણીનુ પોતુ લગાવવાથી ગરીબી દૂર થાય છે. 
 
- શંખને ગંગાજળ, ગોઘૃત, કાચુ દૂધ, મધ, ગોળ વગેરેથી અભિષેક કરીને તમારા પૂજા સ્થળમાં લાલ કપડાના આસન પર સ્થાપિત કરી લો. પછી દિવાળી પૂજન કરો. તેનાથી લક્ષ્મીનો ચિર સ્થાયી વાસ બની રહેશે. 
 
- લક્ષ્મીજીનુ શ્રીયંત્ર ઘરમાં આર્થિક ઉન્નતિ અને ભૌતિક સુખ-સંપદા લઈને આવે છે. તેનાથી સારુ કોઈ યંત્ર નથી. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા અને વેપાર વૃદ્ધિ માટે શ્રીયંત્ર સર્વશ્રેષ્ઠ છે. શ્રીયંત્ર આર્થિક ઋણથી મુક્તિ અપાવે છે અને સાથે જ મનોકામનાઓ પણ પૂરી કરે છે. 
 
તેનાથી વધુ કપડા, વીજળીથી ચાલનારા ઉપકરણ, વાહન, મકાન અને પ્રોપર્ટી વગેરે પણ ખરીદી શકો છો.