સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : રવિવાર, 8 નવેમ્બર 2020 (18:48 IST)

ધનતેરસ - ધનતેરસ પર શા માટે ખરીદાય છે વાસણ?

ચાંદીની ખરીદી  કરવાથી ધનમાં 13 ગણો વધારો થાય છે. 
 
ધનતેરસ દિવાળીના બે દિવસ પૂર્વ અદિત તિથિમાં મનાવાય છે. 
 
જે પ્રકારે લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતી,તે જ રીતે ભગવાન ધનવંતરી ધન ત્રયોદશીના  દિવસે અમૃત કળશની  સાથે સમુદ્ર મંથન દ્વારા ઉત્પન્ના થયા હતા. . 
 
દિવાળીના બે દિવસ પહેલા એટલે કે ધનતેરસના દિવસથી  જ દીપ પ્રજવ્વલિત કરવાની પ્રથા છે. 
 
કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે જ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. આથી આ તિથિને ધન ત્રયોદશી કે ધનતેરસના રૂપમાં ઓળખાય  છે. 
 
ભગવાન ધનવંતરી જયારે પ્રગટ થયાં હતા તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ભગવાન ધનવંતરી કળશ લઈને પ્રગટ થયા હતા. તેથી આ  દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. 
 
લોકમતાનુસાર કહેવાય છે કે આ દિવસે વાસણ કે ચાંદીની વસ્તુ વગેરે ખરીદવાથી તેમાં તેર ગણો વધારો થાય છે. આ અવસરે ધાણાના બીજ  ખરીદી ઘરમાં  મુકવામાં આવે છે. .
 
દિવાળી પછી આ બીજને  લોકો પોતાના ખેતરમાં વાવે છે. કેટલાક લોકો કયારિયોમાં વાવે  ધાણા સ્વાસ્થય માટે ઉત્તમ હોય છે,અને એ  સ્વાદને પણ  વધારે છે . 
 
ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે ઝવેરાત ખરીદવાની પ્રથા છે . એવી માન્યતા છે કે આ ચન્દ્રમાનું  પ્રતીક છે, જે શીતળતા પ્રદાન કરે છે અને આ દિવસ ચન્દ્ર હસ્ત નક્ષત્ર પણ છે.