શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની રેસીપી
Written By
Last Updated : મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (14:16 IST)

ગુજરાતી દિવાળી રેસીપી - મઠિયાં

સામગ્રી : એક કિલો મઠનો લોટ, 200 ગ્રામ અડદનો લોટ, 50 ગ્રામ સફેદ મરચું, 5 ટેબલ સ્પૂન મીઠુ અથવા સ્વાદ પ્રમાણે મીઠુ, 100 ગ્રામ દળેલી ખાંડ,અજમો 2 ટી સ્પૂન, તળવા માટે તેલ (પાતળાં મઠિયામાં હળદર નાખવી નહી) 
બનાવવાની રીત - એક કપ ગરમ પાણીમાં ખાંડ ઓગાળી લો, એક કપ પાણીમાં સફેદ મરચુ, મીઠું અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. બંને લોટને બરાબર મિક્સ કરી લો. હવે તેમા ખાંડનુ પાણી અને સફેદ મરચાનુ પાણી નાખી કઠણ લોટ બાંધો. આ લોટને સાધારણ તેલ નાખી સારી રીતે કૂટીને અને ખેંચો. લોટ નરમ પડી જવો જોઈએ. 
 
લોટને એક સરખા લુવા પાડી લો અને તેને ઢાંકી મુકો. હવે આ લૂઆને થાળી પર પ્લાસ્ટિક મુકી તેના પર તેલ લગાવી પાતળા મઠિયા વણી લો. મઠિયા ઉપરાઉપરી મુકતા જાવ જેથી સુકાય નહી. બધા મઠિયા વણાય જાય કે તેલ ખૂબ સારી રીતે તપાવી પછી મધ્યમ તાપ પર તળી લો. 
 
નોંધ : મઠિયા તરત જ તળાય જાય છે તેથી તેને જલ્દી જલ્દી કાઢવા જોઈએ.