રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 2 નવેમ્બર 2021 (07:04 IST)

ધનતેરસના દિવસે આટલું કરો

* સાંજના સમયે તેર દીવા પ્રગટાવીને તિજોરી ખુલ્લી રાખીને કુબેર તથા લક્ષ્મીજીનું પૂજન કરવું.
 
* ચાંદી કે ધનનું ષોડશોપચારે પૂજન કરીને કપૂરથી તિજોરીની આરતી ઉતારવી.
 
* ચાંદી, પિત્તળ અથવા તાંબાની ધાતુની ખરીદી કરો. ઘરના દ્વાર પર સાંજના સમયે દીવા પ્રગટાવો.
 
* શુભ સમયે વ્યવસાયના સ્થળે નવી ગાદી બિછાવો.
 
ગરીબની આર્થિક સહાયતા કરો: 
ધનતેરસ પર કોઈ ગરીબ, દુખી, અસહાય દર્દીને આર્થિક સહાયતા આપો. આવું કરવાથી તમારી ઉન્નતિ થશે.  
 
કિન્નરને ધન દાન કરો 
ધનતેરસના દિવસે કોઈ કિન્નરને ધન દાન કરો અને તેમાથી થોડા રૂપિયા વિનંતી કરીને લઈ લો. આ રૂપિયાને સફેદ કાપડમાં બાંધીને  તિજોરીમાં મુકો લાભ થશે.