સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (11:45 IST)

દિવાળીમાં શું તમે કરી લીધા આ 10 કામ તો, ચોક્કસ લક્ષ્મી આવશે આપને દ્વાર

દિવાળી પર અનેક પ્રકારના માંગલિક કાર્ય કરવામાં આવે છે પણ કેટલાક કાર્ય એવા પણ હોય છે જેમને દિવાળી પહેલા કરવાના હોય છે.  આવો જાણીએ આવા જ 10 કાર્ય. 
1. પ્રથમ કાર્ય - ઘરમાં કલરકામ 
વરસાદને કારણે ગંદકી થયા પછી સંપૂર્ણ ઘરની સફાઈ અને કલરકામ કરવુ ખૂબ જરૂરી હોય છે.  માન્યતા મુજબ જ્યા વધુ સાફ સફાઈ અને સ્વચ્છતા દેખાય છે ત્યા જ લક્ષ્મી નિવાસ કરે છે. 
 
2. બીજુ કાર્ય - તોરણ 
આસોપાલવ કે કેરીના પાનના કોમળ માળાને તોરણ કહે છે.  તેને મોટાભાગે દિવાળીના દિવસે દ્વાર પર બાંધવામાં આવે છે.  તોરણ આ વાતનુ પ્રતીક છે કે દેવગણ આ પાનની ભીની ભીની સુગંધથી આકર્ષિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે. 
 
3. ત્રીજુ કાર્ય - રંગોળી 
 
રંગોળી પાડવાને ચોસઠ કલાઓમાં સ્થાન મળ્યુ છે. ઉત્સવ પર્વ અને અનેકાનેક માંગલિક અવસરો પર રંગોળીથી ઘર આંગણને સુંદરતાની સથે અલંકૃત કરી શકાય છે. તેનાથી ઘર પરિવારમાં મંગળ રહે છે. 
 
4. ચોથુ કાર્ય - દિવો 
 
પારંપારિક દીવો માટીનો જ હોય છે.  તેમા 5 તત્વ છે - માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. હિન્દુ અનુષ્ઠાનમાં પંચ તત્વોની ઉપસ્થિતિ અનિવાર્ય હોય છે. 
 
5. પાંચમુ કાર્ય - ચાંદીનો હાથી 
 
વિષ્ણુ અને લક્ષ્મીને હાથી પ્રિય રહ્યો છે. તેથી ઘરમાં પાકો ચાંદી કે સોનાનો હાથી મુકવો જોઈએ. ઠોસ ચાંદીના હાથીને ઘરમાં મુકવાથી શાંતિ કાયમ રહે છે અને આ રાહુના કોઈપણ પ્રકારના ખરાબ પ્રભાવને થતા રોકે છે. 
 
6. છઠ્ઠુ કાર્ય - કોડીઓ 
 
પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીઓને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીને તેને લાલ કપડામાં બાંધીને ઘરમાં આવેલી તિજોરીમાં મુકો. આ કોડીઓ ધનલક્ષ્મીને આકર્ષિત કરે છે. 
 
7. સાતમુ કાર્ય - ચાંદીનો નાનકડો ઘડો 
 
ચાંદીનો ઐક નાનકડો ઘડો જેમા 10-12 તાંબા, ચાંદી પિત્તળ કે કાંસાના સિક્કા મુકી શકો છો. તેને ગઢવી કહે છે. તેને ગહ્રની તિજોરી કે કોઈ સુરક્ષિત સ્થાન પર મુકવાથી ધ સમૃદ્ધિ વધે છે.  દિવાળી પૂજામાં તેની પણ પૂજા કરવામાં આવે છે. 
 
8. આઠમુ કાર્ય - મંગળ કળશ 
 
એક કાંસ્ય કે તામ્ર કળશમાં જળ ભરીને તેમા કેટલાક કેરીના પાન નાખીને તેના મુખ પર નારિયળ મુકવામાં આવે છે. કળશ પર કંકુથી સ્વસ્તિકનુ ચિન્હ બનાવીને તેના ગળા પર નાડાછડી બાંધવામાં આવે છે. 
 
9. નવમુ કાર્ય - પૂજા-આરાધના 
 
દિવાળી પર પૂજાની શરૂઆત ધન્વંતરિ પૂજાથી થાય છે. બીજા દિવસે યમ, કૃષ્ણ અને મહાકાળીની પૂજા કરવામાં આવે છે.  ત્રીજા દિવસે લક્ષ્મી માતા સાથે ગણેશજીની પૂજા થાય છે. ચોથા દિવસે ગોવર્ધન પૂજા થાય છે અને અંતમા પાંચમાં દિવસે ભાઈબીજ કે યમ દ્વિતીયા મનાવાય છે. 
 
10 દસમુ કાર્ય - મજેદાર પકવાન 
 
દિવાળીના 5 દિવસ ઉત્સવ દરમિયાન પારંપારિક વ્યંજન અને મીઠાઈ બનાવાય છે. દરેક રાજ્યમાં જુદા જુદા પકવાન બને છે. ઉત્તર ભારતમાં મોટાભાગે ઘૂધરા, શક્કરપારા ચટપટો ચેવડો ચકલી વગેરે બને છે.