દિવાળી પૂજા વિધિ - આ રીતે કરો દિવાળીએ લક્ષ્મી પૂજા

દિવાળીનો એક પ્રતીક છે ધર્મનો અધર્મ પર વિજયનો. દિવાળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. દિવાળીવાળા દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને સરસ્વતીજી ની પૂજા કરવામાં આવે છે.

દિવાળી Diwali લક્ષ્મી પૂજા મુહુર્ત

આ વખતે લક્ષ્મી પૂજન 30 ઓક્ટોબરના રોજ છે. લક્ષ્મી પૂજા પ્રદોષકાળમાં કરવી જોઈએ જે સૂર્યાસ્ત પછી શરૂ થાય છે અને લગભગ 2 કલાક 24 મિનિટ સુધી રહે છે. તાંત્રિકો માટે મહાનિશિતા કાળમાં લક્ષ્મી પૂજા યોગ્ય માનવામાં આવે છે. આ વખતે પ્રદોષ કાળ 30 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગીને 33 મિનિટથી 8 વાગીને 9 મિનિટ સુધી છે. તેથી કહી શકાય છે કે આ દિવાળી લક્ષ્મી પૂજનનો સૌથી યોગ્ય સમય 30 ઓક્ટોબરના રોજ સાંજે 5.33 થી 9.09 વાગ્યા સુધી છે.

દિવાળી Diwali ના દિવસે આ ત્રણેય દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ધન સુખ સમૃદ્ધિ શાંતિ અને સફળતા પ્રાપ્તિની મનોકામના માંગવામાં આવે છે.

આજે અમે તમને દિવાળી
Diwali ની પૂજા વિધિ વિશે બતાવીશુ જેમા પૂજા દરમિયાન કેટલીક વિશેષ વાતોનુ તમારે ધ્યાન રાખવુ પડશે.

દિવાળીની પૂજા વિધિમાં જરૂરી સામગ્રી - દિવાળી
Diwaliના દિવસે પૂજામાં વપરાતી અનેક વસ્તુઓ આમ તો ઘરમાં જ મળી જાય છે પણ છતા પણ કેટલીક અન્ય વસ્તુઓ પણ બજારમાંથી લાવવી પડે છે જે નિમ્ન પ્રકારની છે.

લક્ષ્મી, સરસ્વતી અને ગણેશજીનુ ચિત્ર કે પ્રતિમા, લાલ દોરો, કંકુ, ચોખા, પાન, સોપારી, લવિંગ, ઈલાયચી, ધૂપ, કપૂર, અગરબત્તી, માટી અને તાંબાના દિવા, રૂ ઉપરાંત મોલી, નારિયળ, મઘ, દહી, ગંગાજળ, ગોળ, ધાણા, ફળ, ફૂલ, જવ, ઘઉં, દુર્વા, ચંદન, સિંદૂર, ઘૃત, પંચામૃત, દૂધ, મેવા, ધાણી, પતાશા, ગંગાજળ, જનોઈ, સફેદ કપડુ, અત્તર, ચૌકી (બાજટ) કમળકાકડીની માળા, કળશ, શંખ, આસન, થાળી, ચાંદીનો સિક્કો, દેવતાઓના પ્રસાદ માટે મિઠાઈ(વર્ક વગરની).

દિવાળી પૂજા વિધિ -
diwali ki puja vidhi

દિવાળી Diwali ની પૂજા દરમિયાન સર્વપ્રથમ એક બાજટ લો અને સફેદ વસ્ત્ર બાજટ પર પાથરી લો. હવે ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને સરસ્વતીની પ્રતિમા અથવા તસ્વીર તે બાજટ પર વિરાજીત કરો.

ત્યારબાદ જળપાત્ર માંથી થોડુ જળ લઈને તેને નિમ્ન મંત્રનો જાપ કરતા પ્રતિમા ઉપર છાંટી દો. ત્યારબાદ પૂજા સ્થાન અને પોતાની ઉપર છાંટો. પાણી છાંટીને ખુદને પવિત્ર કરો.

દિવાળી પૂજા મંત્ર - diwali puja mantra

ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा। य: स्मरेत् पुण्डरीकाक्षं स: वाह्याभंतर: शुचि:।।

ત્યારબાદ પૃથ્વી માતાને પ્રણામ કરતા નિમ્ન મંત્ર બોલો અને તેમની પાસે તમારી ભૂલો માટે ક્ષમા માંગો.

पृथ्विति मंत्रस्य मेरुपृष्ठः ग ऋषिः सुतलं छन्दः कूर्मोदेवता आसने विनियोगः॥

દિવાળી Diwali ધ્યાન અને સંકલ્પ વિધિ

પૂજા દરમિયાન તમારુ મન અને ચિત્ત શાંત રાખો અને સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાનનુ ધ્યાન કરો. ત્યારબાદ હાથમાં જળ લઈને સંકલ્પ કરો સાથે જ ફુલ અને ચોખા પણ હાથમાં લો. ત્યારબાદ ધ્યાન કરતા આવો સંકલ્પ લો - હુ તમારુ નામ, તમારુ સ્થાન, સમય માતા લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવા જઈ રહ્યો છુ. જેનુ મને શાસ્ત્રોકત ફળ પ્રાપ્ત થાય.

ત્યારબાદ સૌ પહેલા ભગવાન ગણેશજી અને ગૌરી પૂજન કરો. ત્યારબાદ કળશ પૂજન કરો પછી નવગ્રહોનુ પૂજન કરો. હાથમાં ચોખા અને પુષ્પ લઈ લો અને નવગ્રહ સ્ત્રોત બોલો.

ત્યારબાદ બધા દેવી દેવતાઓને લાલ દોરો અર્પણ કરો અને ખુદના હાથ પર પણ બાંધી લો. હવે બધા દેવી દેવતાઓને તિલક લગાવીને ખુદ પણ તિલક લગાવો. ત્યારબાદ મહાલક્ષ્મીની પૂજા આરંભ કરો.

દિવાળી Diwali માં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીસૂક્ત, કનકધારા અને લક્ષ્મી સૂક્તનો પાઠ કરો.

સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા કરો ત્યારબાદ દેવી લક્ષ્મીની આરતી કરો. તેમની સમક્ષ 7, 11 અથવા 21 દિવા પ્રગટાવો અને માતાને શ્રૃંગાર અર્પિત કરો. શ્રી સૂક્ત, લક્ષ્મી સૂક્ત અને કનકધારાનો પાઠ કરો. તમારી પૂજા પૂર્ણ થશે.

લક્ષ્મી સૂક્ત
આગળ


આ પણ વાંચો :