શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (08:26 IST)

દિવાળીના દિવસે સાંજે કરો આ ઉપાય, આર્થિક સમસ્યા થશે દૂર

દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે બધા પોત પોતાના ઘરમાં મા લક્ષ્મીના આગમનની તૈયારીઓ કરે છે. કારણ કે માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી બધાના ઘરમાં આવે છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
 
ટોટકા અને ઉપાયો માટે પણ આ દિવસ ખાસ માનવામાં આવે છે.
આ દિવસે તાંત્રિક ક્રિયાઓ કરી સિદ્ધિયો પ્રાપ્ત કરવામાં આવે છે.
તમે પણ દિવાળીના દિવસે કેટલાક ઉપાયો કરીને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો આવો જાણો એ ઉપાયો
 
 
1. આવક વધારવા માટે
 
જો તમે તમારી આવક વધારવા માંગો છો તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા ઉપરાંત આ ઉપાય કરો.
દિવાળીના દિવસે આખી અડદ, દહી અને સિંદૂર લઈને પીપળની જડમાં મુકો અને એક દીવો પ્રગટાવો.
 
 
2. ધન લાભ માટે કરો આ ઉપાય
 
દિવાળીના દિવસે સાંજે કોઈ વડના ઝાડની જટામાં ગાંઠ લગાવો. આવુ કરવાથી તમને ધન લાભ જરૂર થશે.
 
પણ ધ્યાન રાખો કે જ્યારે પણ તમને ધન લાભ થઈ જાય તો તમે આ ગાંઠ ખોલી નાખો.
 
 
3. ધન ખર્ચ થઈ જાય છે અને બચતુ નથી તો કરો આ ઉપાય
 
દિવાળીના દિવસે હત્થાજોડીમાં સિંદૂર લગાવો અને તેને ધન મુકવાના સ્થાન પર મુકી દો અને લક્ષ્મીજીને પ્રાર્થના કરો. તેનાથી તમારી આવક વધશે અને ધન સંચય થશે.
 
 
4. ધનમાં થશે વધારો
 
દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા સમય પૂજાની થાળીમાં ગોમતી ચક્ર મુકીંતે તેની પણ પૂજા કરો.
ગોમતી ચક્ર લક્ષ્મીનુ કારક માનવામાં આવે છે.
આ દિવસે ગોમતી ચક્રની પૂજા કરી તેને ઘરમાં મુકવાથી ધન વધે છે.
 
5. આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા
 
લક્ષ્મી પૂજાના દિવસે પીપળાના પાન પર દીવો પ્રગટાવીને પાણીમાં પ્રવાહિત કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે.
 
6. તિજોરીમાં ઉલ્લુની તસ્વીર
 
દિવાળીના દિવસે રાત્રે ઉલ્લુની તસ્વીર તિજોરી પર લગાવો. ઉલ્લુની તસ્વીર અહી રહેવાથી દેવી લક્ષ્મી હંમેશા તમારી તિજોરીમાં કાયમ રહેશે.