રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified ગુરુવાર, 12 નવેમ્બર 2020 (18:00 IST)

ધનતેરસની સાંજે આ રીતે કરો દીપદાન, અકાળ મૃત્યુનો ભય નહી રહે

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની પૂજા-અર્ચના થાય છે. એવી માન્યતા છે કે જે સમયે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું તે સમયે ભગવાન ધનવંતરિ એક રત્ન તરીકે સમુદ્ર મંથનથી બહાર આવ્યા હતા. ધનતેરસના શુભ અવસર પર ધનવંતરિ સાથે ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને કુબેરજીની પણ આરાધના થાય છે. દિવાળીના પર્વનો શુભારંભ ધનતેરસથી જ થાય છે. 
 
ધનતેરસના દિવસે દીપ દાન કરવાથી વ્યક્તિ યમ દ્વારા અપાતી યાતનાઓમાંથી મુક્ત થઈ જાય છે. ધનતેરસ યશ-વૈભવ, સુખ- સમૃદ્ધિ અને કિર્તીનું પ્રતીક મનાય છે. ધનતેરસની સાંજે દીપદાન કરવામાં આવે છે.
 
એવું માનવામાં આવે છે કે આમ કરવાથી યમ પ્રસન્ન થાય છે અને વ્યક્તિનું અકાળે અવસાન નથી થતું. જો કે આ દિવસે દીવો પ્રગટાવવાની રીત અન્ય. દિવસો કરતાં અલગ હોય છે. આવો જાણીએ કે કેવી રીતે પ્રગટાવવો દીવો...
 
યમનો દીવો કેવી રીતે પ્રગટાવવો
આમ તો ધનતેરસની સાંજે મુખ્ય દ્વાર પર 13 અને ઘરની અંદર 13 દીપ પ્રગટાવવાના હોય છે. આ કામ સૂર્યાસ્ત થાય પછી કરવામાં આવે છે પરંતુ યમનો દીવો ઘરના બધા સભ્યો ઘરે આવી જાય અને જમી લીધા પછી સૂવાના સમયે કરવાનો હોય છે.
 
આ દીપ પ્રગટાવા માટે જૂના દીવાનો ઉપયોગ કરો. તેમાં સરસિયું નાંખીને રૂની દિવેટ કરો. ઘરેથી દીપ પ્રગટાવીને ઘરની બહાર દક્ષિણની તરફની નાલી કે કચરાના ઢગલા પાસે મુકી દો. સાથે જ જળ પણ ચઢાવો અને એ દીવા તરફ જોયા વિના ઘરે પાછા ફરો.
 
ધનતેરસે (Dhanteras) આમ કરો પૂજા
ધનતેરસે દીપદાન કરવું જોઈએ. આ દિવસે કોઇપણ ધાતુનું વાસણ ખરીદી અને એમાં જ મિઠાઈ ભરીને ઘરમાં પ્રવેશીને ધનવંતરી, કુબેર, લક્ષ્મી અને ગણેશજીને પ્રસાદ ધરાવો. આમ કરવાથી પરિવારના લોકો રોગ, વિપદાઓ અને દરિદ્રતાથી દૂર રહે છે.
 
એવી માન્યતા છે કે સોના-ચાંદી કે પિત્તળના વાસણો ખરીદવાથી ઘરમાં સૌભાગ્ય, સુખ-શાંતિ અને સ્વાસ્થ્યનો વાસ થાય છે. પીતળ ભગવાન ધનવંતરીની ધાતુ હોવાથી આ દિવસે પીળી ધાતુ ખરીદવાનું શુભ માનવામાં આવે છે.
ધનતેરસ પર આ જગ્યાઓ પર રાખો દીવો
ધનતેરસ પર ખાસ ઘર ઉપરાંત પીપળાના ઝાડ નીચે, સ્મશાનની પાસે પણ દીવો રાખવામાં આવે છે. જાણો મહત્વ.
 
1. મુખ્ય દ્વાર પર દીવો- ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર બંને બાજુ દીવો પ્રગટાવવો શુભ મનાય છે. આમ કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. 
2. બાથરૂમમાં- શાસ્ત્રો મુજબ માન્યતા છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં ગમે ત્યાંથી પ્રવેશી શકે છે. આથી બાથરૂમમાં પણ દીવો રાખો.
3. પીપળાના ઝાડ નીચે- ધનતેરસના પર્વ પર પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. કહેવાય છે કે આ દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહ છે. પીપળામાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ ગણાય છે. 
4. સ્મશાન નજીક- સ્મશાન નજીક દીવો પ્રગટાવવો પણ શુભ ગણાય છે. એવી માન્યતા છે કે સ્મશાન દીવો પ્રગટાવવો શુભકારી છે. એવી માન્યતા છે કે શ્મશાનની નજીક આ દિવસે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે.