1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 16 નવેમ્બર 2023 (08:26 IST)

Labh Pancham 2023 - લાભ પાંચમ, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Labh Pancham 2023 -  લાભ પંચમ અને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમને ભારતમાં દીપાવલીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 
 
Labh Pancham 2023 
 
આ વર્ષે લાભ પાંચમ 18 નવેમ્બર શનિવારે છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. બિજનેસ કરનારા લોકો આ દિવસે પણ શુભ મુહુર્તમાં તેમના વેપાર કે ધંધાના મુહુર્ત કરે છે. આ તારીખ સુખ અને સમૃદ્ધિને વધારે છે પ્રગ્તિ થાય છે. 
 
કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 17 નવેમ્બર 2023ના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 નવેમ્બર 2023ના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે.
 
સવારે લાભ પંચમી પૂજા મુહૂર્ત - 06:45 am - 10:19 am
અવધિ - 3 કલાક 34 મિનિટ
 
લાભ પાંચમ નું મહત્વ
શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મીની સાથે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વેપારમાં ઇચ્છિત લાભ મળે છે. અને શિવ-પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિની સાથે જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. પરિવારમાં સૌભાગ્યની સાથે સુખ-શાંતિ રહે છે. લાભ પાંચમ પર દીપાવલી પર પૂજા કર્યા પછી, શુભકામનાઓ અને આશીર્વાદ સાથે ભગવાન ગણેશનું સ્મરણ કરીને હિસાબની ચોપડીઓ લખવાની શરૂઆત કરવામાં આવે છે.