સોમવાર, 4 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: શુક્રવાર, 3 નવેમ્બર 2023 (13:59 IST)

Pushya Nakshatra 2023: ક્યારે આવી રહ્યુ છે ખરીદીનુ પુષ્ય નક્ષત્ર ? જાણો શુભ મુહુર્ત

ravi pushy
ધનતેરસ અને દિવાળીના પહેલા આવનારા પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. તેને કારતક પુષ્ય નક્ષત્ર કહે છે. આ નક્ષત્રમાં ધનતેરસ અને દિવાળીની મોટાભાગની ખરીદી કરી લેવામાં આવે છે. જો તમે પણ પુષ્ય નક્ષત્રમાં  તહેવારની ખરીદી કરવા માંગો છો તો જાણો કે નવેમ્બરમાં ક્યારે પડી રહ્યુ છે આ નક્ષત્ર અને આ જ દિવસે શુ રહેશે શુભ મુહૂર્ત. 
 
2023માં પુષ્ય નક્ષત્ર ક્યારે આવી રહ્યુ છે ?
પુષ્ય નક્ષત્રની શરૂઆત  : 4 નવેમ્બર 2023 સવારે 07.57 થી 
પુષ્ય નક્ષત્રનુ સમાપન  : 5 નવેમ્બર 2023 સવારે 10.29 સુધી. 
 
નોંઘ - તમે શનિવારે આખો દિવસ અને રવિવારે સવારે 10:29 સુધી ખરીદી કરી શકો છો. આમ તો 5 નવેમ્બર 2023 રવિવારના દિવસે પુષ્ય નક્ષત્ર શુભ બતાવાય રહ્યુ છે. 
 
4 નવેમ્બર 2023ના શુભ મુહૂર્ત 
અભિજીત મુહૂર્ત  : સવારે 11.42 થી બપોરે 12.26 સુધી 
વિજય મુહૂર્ત  : બપોરે 01.54 થી બપોરે 02.38 સુધી 
ત્રિપુષ્કર યોગ  : સવારે 06:35 થી 07:57 સુધી 
 
4 નવેમ્બર 2023ના શુભ મુહૂર્ત 
 
અભિજીત મુહુર્ત : સવારે 11.42 થી બપોરે 12.26 સુધી 
વિજય મુહૂર્ત  : બપોરે 01:54 થી બપોરે 02.38 સુધી 
ત્રિપુષ્કર યોગ : સવારે 06:35 થી  07:57 સુધી 
રવિ યોગ  : સવારે  06:35 થી 07:57 સુધી
શનિ પુષ્ય યોગ :  07:57 પછી આખો દિવસ અને રાત
 
 
5 નવેમ્બર 2023ના શુભ મુહૂર્ત 
અભિજીત મુહૂર્ત : સવારે 11.43 થી બપોરે 12. 26 સુધી 
વિજય મુહૂર્ત : બપોરે 01.54 થી બપોરે 02.38 સુધી 
રવિ પુષ્ય યોગ : સવાર એ 06.36 થી સવારે 10.29 સુધી 
સર્વાર્થ સિદ્ધિ યોગ : સવાર એ 06.36 થી સવારે 20.29 સુધી. 
 
પુષ્ય નક્ષત્રનુ મહત્વ - પુષ્ય નક્ષત્રનો શુભ યોગ દર મહિનમાં બને છે. પુષ્ય નક્ષત્ર સ્થાયી હોય છે. તેથી આ નક્ષત્રમાં ખરીદી કરવામાં આવેલ કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે અને શુભ ફળ પ્રદાન કરે છે. પુષ્ય નક્ષત્ર પર  બૃહસ્પતિ, શનિ અને ચંદ્રનો પ્રભાવ હોય છે. તેથી સોનુ, ચાંદી, લોખંડ, વહી ખાતા, કપડા, ઉપયોગી વસ્તુઓ ખરીદવા અને મોટુ રોકાણ કરવા આ નક્ષત્રમાં એકદમ શુભ માનવામાં આવે છે.  પુષ્ય નક્ષત્રનો સંયોગ જે દિવસે  કે વાર સાથે હોય તેને એ વારથી ઓળખવામાં આવે છે. જો આ નક્ષત્ર રવિવાર, બુધવાર કે ગુરૂવારે આવતુ હોય તો તે એકદમ શુભ માનવામાં આવે છે.