શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : સોમવાર, 22 ઑક્ટોબર 2018 (15:41 IST)

Dhanteras 2018- ધનતેરસ પર જરૂર ખરીદવી આ વસ્તુઓ, કંગાળી દૂર ભાગશે

દિવાળીના દિવસે બજારોમાં ખરી રોનક કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી જે ધનતેરસના નામથી ઓળખાય છે થી શરૂ થાય છે. આ દિવસે તમે પણ કઈક સ્પેશલ શોપિંગ કરી એક ધન લગાવીને તેર ગણું ઘન મેળવી શકો છો.
* ધનતેરસના દિવસે આખુ ધાણા ખરીદવું , દિવાળીની રાત્રે લક્ષ્મીજી સામે આખા ધાણા રાખી રહેવા દો . બીજા દિવસે સવારે આખું ધાણાને ગમલામાં વાવો. એવી માન્યતા છે કે જો આખા ધાણાથી લીલોછમ સ્વસ્થ રોપા નિકળે તો આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે. જો ઘાણાના રોપા પાતળા છે તો આવક સામાન્ય થાય છ્ર્. પીળા અને રોગી રોપા નિકળે તો આર્થિક પરેશાનીઓ આવશે. 
* ધનતેરસના દિવસે લક્ષ્મી ગણેશની મૂર્તિ , સોના -ચાંદીના સિક્કા વગેરે ખરીદવાની પરંપરા છે. તેનાથી ઘરમાં ધન ધાન્ય અન્નની ઉણપ નહી થાય. ચાંદી ચંદ્રમાના પ્રતીક છે અને આથી ઘરમાં શીતળતા આવે છે. 
*  રૂદ્રાક્ષની માળા જરૂર ખરીદો. 
* ધનતેરસ અને દિવાળીના દિવસે મીઠું જરૂર ખરીદ કરી ઘરે લાવો તેને રસોડામાં ઉપયોગ કરો તેનાથી આખું વર્ષ લક્ષ્મી કૃપા બની રહે છે. દિવાળીના દિવસે મીઠુંના પોતા કરવાથી ગરીબી દૂર થાય છે. 
* હત્થાજોડી અને માતા લક્ષ્મીના એક સાથે પૂજન કરો. ધન સંબંધિત સમસ્યાઓના નિવારણ થશે. 
 
* શંખને ગંગાજળ , ગોમૂત્ર , કાચા દૂધ , મધ , ગોળ વગેરેથી અભિષેક કરી પૂજા સ્થળે લાલ કપડા પરસ સ્થાપિત કરો. પછી દિવાળી પૂજન કરો , તેનાથી લક્ષ્મીના ચિર સ્થાયી વાસ રહેશે.
 
 લક્ષ્મીજીના શ્રીયંત્ર ઘરમાં આર્થિક ઉન્નતિ અને ભૌતિક સુખ સંપદા લઈને આવે છે. આથી સારું કોઈ યંત્ર નથી. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા અને વ્યાપારમાં વૃદ્ધિ માટે શ્રીયંત્ર સર્વશ્રેષ્ઠ છે. શ્રીયંત્ર આર્થિક ઋણથી મુક્તિ અપાવે છે અને સાથે મનોકામના પણ પૂરી કરે છે .