શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
Written By
Last Modified: સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (18:15 IST)

Delhi Elections - BJP ને મળશે 48 સીટ, પરિણામ આવતા જ ઉઠી જશે શાહીનબાગવાળા - મનોજ તિવારી

રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતા પહેલા ભારતીય જનતા પાર્ટીને હજુ પણ જીતવાની આશા છે. એક્ઝિટ પોલના દાવાને નકારતા બીજેપી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યુ કે અમે દિલ્હીમાં 48 સીટ જીતી રહ્યા છે.  મનોજે દાવો કર્યો કે એક્ઝિટ પોલ અનેકવાર ફેલ થાય છે અમે આવુ પંજાબમાં થતુ જોયુ છે. 
 
સુપ્રીમ કોર્ટ દ્વારા શાહીન બાગ પ્રદર્શન પર કરવામાં આવેલ ટિપ્પણી પણ મનોજ તિવારીએ પ્રતિક્રિયા આપી. બીજેપી અધ્યક્ષ બોલ્યા કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય છે. પણ અમે પહેલા જ કડક પગલા લેવા જોઈએ હતા. તમે જોશો કે આવતીકલએ ચૂંટણી પરિણામ આવ્યા પછી શાહીન બાગવાળા જાતે જ ઉઠીને જતા રહેશે. જે ગઈકાલ સુધી ત્યા બિરયાની મોકલતા હતા એ પણ પરત જતા રહ્યા. 
 
એક્ઝિટ પોલના દાવાને નકારતા બીજેપી પ્રદેશ અધ્યક્ષે કહ્યુ કે એક્ઝિટ પોલનો આંકડો ત્રણ વાગ્યા સુધીનો છે. આવામાં ત્યા સુધી તો ફક્ત 30 ટકા વોટ પડ્યા હતા. અમને વિશ્વાસ છે કે ત્યારબાદના જે વોટ છે તે બીજેપીના પક્ષના છે. 
 
મનોજ તિવારીએ કહ્યુ કે આમ આદમી પાર્ટી અત્યારથી જ ચૂંટણી આયોગ પર સવાલ ઉભો કરી રહી છે. કારણ કે પ્રશાંત કિશોઅર ચૂંટણી પછી જતા રહ્યા. તેથી હવે આમ આદમી પાર્ટીને બતાવનારુ કોઈ નથી. આખી દિલ્હી જાણે છે કે ક્યા કેટલા વોટ પડ્યા છે. 
 
બીજેપી નેતાએ AAP પર નિશાન સાધતા કહ્યુ કે તેમને બહાનુ જોઈએ.. તેથી અત્યારથી જ ઈવીએમ અને વોટ ટકા પર સવાલ ઉભો કરવામાં આવી રહ્યો છે. આ AAPનુ કેવુ ચરિત્ર છે.