સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
Written By
Last Updated :નવી દિલ્હી , શનિવાર, 8 ફેબ્રુઆરી 2020 (17:20 IST)

Delhi Election 2020 - કેજરીવાલને સ્મૃતિ ઈરાનીએ કહ્યા મહિલાવિરોધી, ચાર વાગ્યા સુધી 42.70 ટકા મતદાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા એક આપ સમર્થકને તમાચો મારવા ધસી ગયાંની ઘટના બની છે.
 
મૂળ કૉંગ્રેસના અને આપમાંથી પાછા કૉંગ્રેસમાં પરત ફરેલા અલકા લાંબા અને આપ સમર્થક વચ્ચે મજનુ કા ટીલા મતદાનમથકે અલકા લાંબાના પુત્ર પરની કથિત ટિપ્પણી બાબતે બોલાચાલીની ઘટના બની છે.
 
આ મામલે આપના નેતા સંજયસિંહે ચૂંટણીપંચને ફરિયાદ કરાશે તેમ કહ્યું છે.
 
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા એક આપ સમર્થકને તમાચો મારવા ધસી ગયાંની ઘટના બની છે.
 
મૂળ કૉંગ્રેસના અને આપમાંથી પાછા કૉંગ્રેસમાં પરત ફરેલા અલકા લાંબા અને આપ સમર્થક વચ્ચે મજનુ કા ટીલા મતદાનમથકે અલકા લાંબાના પુત્ર પરની કથિત ટિપ્પણી બાબતે બોલાચાલીની ઘટના બની છે.
 
આ મામલે આપના નેતા સંજયસિંહે ચૂંટણીપંચને ફરિયાદ કરાશે તેમ કહ્યું છે.
 
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. સી.એ.એ. વિરુદ્ધ આંદોલનના ગઢ સમાન શાહીનબાગ વિસ્તારમાં વહેલી સવારથી જ મતદારોએ બહાર નીકળીને વોટિંગ કર્યું હતું.
 
70 બેઠકો ધરાવતી દિલ્હીની વર્તમાન વિધાનસભાની મુદ્દત 22 ફેબ્રુઆરી, 2020એ પૂર્ણ થાય છે.
 
ગત ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાંથી આમ આદમી પાર્ટીને 67 બેઠક મળી હતી અને ભાજપને માત્ર ત્રણ બેઠક મળી હતી. જ્યારે કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.
 
આમ આદમી પાર્ટીએ ગત પાંચ વર્ષમાં કરેલાં વિકાસકાર્યોને પ્રચારનો મુદ્દો બનાવ્યો હતો.
 
'મહિલાવિરોધી કેજરીવાલ'
 
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 'પુરુષો સાથે ચર્ચા કરીને વોટ આપવા' મહિલાઓને અપીલ કરી હતી.
 
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ #મહિલાવિરોધી કેજરીવાલ સાથે એ ટ્વીટના જવાબમાં લખ્યું, 'શું તમે મહિલાઓને એટલી પણ સક્ષમ નથી સમજતાં કે તે જાતે નક્કી કરી શકે કે કોને મત આપવો?'
 
તેના જવાબમાં કેજરીવાલે લખ્યું, 'દિલ્હીની મહિલાઓએ કોને મત આપવો તે નક્કી કરી લીધું છે. આ વખતે મહિલાઓએ જ પરિવારના મત અંગે નિર્ણય લીધો છે. કારણ કે તેમણે ઘર ચલાવવાનું હોય છે.'
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દિલ્હીની જનતાને 'વિશ્વની સર્વશ્રેષ્ઠ રાજધાની' માટે તથા 'જૂઠાણાં અને વોટબૅન્કના રાજકારણથી મુક્તિ' અપાવવા મતદાન કરવા અપીલ કરી હતી.
 
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને રેકર્ડ મતદાન કરવા અપીલ કરી હતી.
 
મૂળ દિલ્હીનાં અભિનેત્રી તાપસી પન્નુએ મતદાન બાદ પરિવાર સાથેની તસવીર ટ્વિટર ઉપર પોસ્ટ કરી, તેમણે લખ્યું, 'પન્નુ પરિવારે મતદાન કર્યું, તમે? '

 સામે થપ્પડ મારવાની કોશિશ કરી.  વીડિયોમા આપ કાર્યકર્તા કહી રહ્યો હ્ચે કે 22 વર્ષનો છોકરો કોણો છે એ બતાવી દો તેની વાતથી અલકા લાંબાને ગુસ્સો આવે છે અને તે તેને મારવા માટે આગળ વધે છે પણ થપ્પડ હવામાં રહી જાય છે.  પોલીસ ત્યા સુધી કાર્યકર્તાને પકડી લે છે. 
 
આ ઘટના પછી અલકા લાંબાએ કહ્યુ, અરવિંદ કેજરીવાલજી હારી રહ્યા છે. તેમની પાર્ટી ચાંદની ચોક વિધાનસભા  હારી રહી છે.  તો તેઓ પોતાના ગુંડાઓને મોકલી રહ્યા છે. જેમા અમિત સાહનીનો પુત્ર પણ છે. અલકા લાંબા મજનૂં કા ટીલ વિસ્તારમાં એક પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. આરોપ છે કે ત્યાં હાજર આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ તેમને કોંગ્રેસનો બિલ્લો ઉતારવાનું કહ્યું હતું.
 
તેના પર વાત એટલી વધી ગઇ કે આપના કાર્યકર્તાએ અલકા પર અભદ્ર ટિપ્પણી કરી દીધી. તેનાથી ગુસ્સે ભરાયેલા અલકા લાંબા આપના કાર્યકર્તા તરફ દોડી ગયા. પોલીસે વચ્ચે પડી આપના કાર્યક્તાને અલગ લઇ ગઇ.
alka lamba
અલકા લાંબાએ બાદમાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે તેઓ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને મળવા માટે પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ દરમ્યાન ત્યાં ઉભેલા એક શખ્સે મને ખૂબ જ અભદ્ર શબ્દ વાપર્યો. હું કહી પણ શકું એમ નથી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એક મહિલાને અપશબ્દ કહી રહ્યો હતો.