રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. દિલ્હી બન્યુ ટારગેટ...
Written By વેબ દુનિયા|

કોનોટ પેલેસમાં સેકડોનો બચાવ

નવી દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં સેંકડો નિર્દોષ લોકોની જાન લીધી છે. પણ કોનોટ પેલેસમાં જાહેર જનતા અને પોલીસે વિકસાવેલી ખાસ સિસ્ટમને કારણે સેકડો લોકોનાં જીવ બચી ગયા છે.

એક પછી એક ભીડભાડવાળા માર્કેટ થયેલા બ્લાસ્ટને કારણે દિલ્હી આજે ધ્રુજી ઉઠ્યું હતું. કોનોટ પેલેસ, ગ્રેટર કૈલાસ અને કારોલીબાગમાં બ્લાસ્ટ થયાં હતા. પણ આ બધાની વચ્ચે કોનોટ પેલેસમાં સેકડો લોકોનાં જાન બચી ગયાં છે.

સેકડો લોકોનાં જીવ બચી જવા પાછળ પોલીસ અને વેપારીઓએ એકબીજાનાં સહકારથી વિકસાવેલ ખાસ પબ્લીક એલર્ટ સિસ્ટમ છે. જેમાં સમગ્ર માર્કેટ વિસ્તારમાં ખાસ સિસ્ટમ વિકસાવી છે. જેમાં લોકોને લાઉડ સ્પીકર દ્વારા સુચના આપવામાં આવે છે.

આ સિસ્ટમનો સંકટ ઘડીએ સ્થાનિક વેપારીઓએ ખુબ સારો ઉપયોગ કર્યો હતો. જેમાં પ્રથમ બ્લાસ્ટ બાદ તરત જ વેપારીઓએ લાઉડ સ્પીકર દ્વારા સુચના આપી હતી, જેમાં તેમણે લોકોને ચિંતા ન કરવા જણાવ્યું હતુ. અને, પોતાનું વાહન છોડીને શાંતિથી સેન્ટ્રલ પાર્ક તરફ આવવા કહેવામાં આવ્યું હતું. આ સુચના બાદ લગભગ 600 થી 800 લોકો સેન્ટ્રલ પાર્કમાં ભેગા થયાં હતાં. લોકો જેવા સેન્ટ્રલ પાર્કમાં ભેગા થયા કે તરત જ બીજો બ્લાસ્ટ થયો હતો.

આમ કોનોટ પેલેસમાં સમયસર સુચના આપવામાં ન આવી હોત તો વધારે લોકોનાં જીવ લેવાઈ જાત. પણ જરૂર બ્લાસ્ટ પહેલાં જાગવાની. દેશની અંદર રહેલા આતંકવાદીઓને પકડીને તેમનું નેટવર્ક તોડી નાંખવાની જરૂર છે.