ફરી એક વાર શનિવારે લોહીની હોળી
અમદાવાદ બાદ આજે દિલ્હીવાસીઓ માટે શનિવાર ગોઝારો બન્યો છે. ગત 26મી જુલાઇના શનિવારે અમદાવાદ ધણધણી ઉઠ્યું હતું. એના ઠીક દોઢ મહિના બાદ આજે 13મી તારીખનો શનિવારે દિલ્હીવાસીઓની ઉંઘ હરામ કરી દીધી છે. અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ અને આજના દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં ઘણી સામ્યતા જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ શનિવારનો દિવસ પસંદ કરાયો હતો. એજ રીતે અહીં પણ શનિવાર પસંદ કરાયો છે. સાથોસાથ ભીડવાળા વિસ્તાર તથા બજાર વિસ્તારને પસંદ કરવામાં આવ્યા છે. ચોંકવનારી વિગત તો એક છે કે, આ બંને બ્લાસ્ટ સાંજના સમયે કરવામાં આવ્યા છે કે જે સમયે મોટાભાગના લોકો નોકરી ધંધાના સ્થળે નીકળી પોતાના ઘરે જતા હોય કે અન્ય લોકો ખરીદી કરવા આવ્યા હોય. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની વિગતપહેલો ધમાકો કાર્નોલ પેલેસના ગોપાળદાસ બિલ્ડીંગમાં 6-10 કલાકેબીજો ધમાકો કરૌલ બાગમાં 6-20 કલાકે ધમાકો થયોત્રીજો ધમાકો ગ્રેટર કૈલાસ-1માં 6-40માં થયોઅમદાવાદમાં પણ શનિવારે આજ રીતે સાંજે એક પછી એક 17 ધમાકા થયા હતા.6-30
મણીનગર ચાર રસ્તા પાસે6-30
રાયપુર ચકલામાં બે ધમાકા6-30
બાપુનગર ડાયમંડ માર્કેટ6-35
સારંગપુર ચકલા6-35
મણીનગર બસ સ્ટેન્ડ6-35
જવાહર ચોક6-35
ઇસનપુર ગોવિંદવાડી6-45
સારંગપુર સર્કલ6-42
બાપુનગર ડાયમંડ માર્કેટ6-45
નરોડા ગેલેક્સી સિનેમા7-52
મણીનગર એલ.જી હોસ્પિટલ7-52
સરખેજ જુહાપુરા રોડ 7-54
સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર9-30
ગોતા-વડસર રોડ