રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. દિલ્હી બન્યુ ટારગેટ...
Written By ભાષા|

દિલ્હી બ્લાસ્ટનો મુખ્ય સુત્રધાર તૌકીર

દિલ્હીમાં શનિવારે સાંજે એક પછી એક થયેલા પાંચ ધમાકાઓમાં અમદાવાદ બ્લાસ્ટમાં સંડોવાયેલ સીમીનો કાર્યકર તૌકીર મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું છે.

શનિવારે સાંજે પાટનગર દિલ્હીમાં કરૌલી બાગ, કેનોટ પેલેસ તથા ગ્રેટર કૈલાસ વિસ્તારમાં થયેલા પાંચ ધમાકાઓમાં 25 જેટલા લોકોના મોત થયાનું તથા 75 જેટલા ઘાયલ થયાનું બહાર આવી રહ્યું છે ત્યારે દિલ્હી પોલીસે આ પ્રકરણમાં છ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે આ બોમ્બ ધમાકાઓમાં તૌકીર મુખ્ય ભેજુ હોવાનું બહાર આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, બહુનામધારી અબ્દુલ સુભાન ઉસ્માન કુરેશી ઉર્ફે કાસીમ ઉર્ફે ઝાકીર ઉર્ફે કબ ઉર્ફે તૌકીર મુંબઇ, અમદવાદ તથા સુરત બોમ્બકાંડનો મુખ્ય સુત્રધાર હોવાનું માનવામાં આવે છે

અમદાવાદ બોમ્બ વિસ્ફોટ