Diwali Recipe - નારિયળના લાડુ
સામગ્રી - કંડેન્સ મિલ્ક - ચારસો ગ્રામ, કિશમિશ - એક ચમચી (કાપેલી) બદામ - એક ચમચી (કાપેલી) સુકુ કોપરુ - ચાર કપ (છીણેલુ) ઈલાયચી પાવડર અડધી ચમચી.
બનાવવાની રીત - એક પેનમાં દૂધ નાખો અને ગરમ કરો. હવે છીણેલુ કોપરું નાખી ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી તે કિનાર છોડી ન દે. દૂધને તાપ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમા સમારેલા સુકામેવા અને ઈલાયચી પાવડર નાખો. મિશ્રણના લાડુ બનાવો. આ લાડુને નારિયળના ચુરાથી લપેટી થોડીવાર મુકી રાખો પછી એક બોક્સમાં ભરી લો. આ લાડવા 7-8 દિવસ સુધી ખાઈ શકાય છે.