મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : સોમવાર, 22 ઑક્ટોબર 2018 (15:33 IST)

દિવાળી ની વાનગી - નારિયળ બરફી

જો તમને નારિયળ ખાવુ પસંદ છે તો તમારે નારિયળની બરફી પણ જરૂર ગમશે. તમે આ કોઈપણ તહેવાર પર જાતે જ બનાવી શકો છો.  સાથે જ તેને 15 દિવસ સુધી ફ્રિજમાં મુકીને મહેમાનોને ખવડાવી પણ શકો છો. આવો દિવાળીમાં બનાવીએ આ ટેસ્ટી રેસીપી. 
સામગ્રી - 3 કપ તાજુ નારિયળનું છીણ, 400 ગ્રામ દૂધ, 1/2 ખાંડ, 1 ચમચી ઈલાયચી પાવડર, 5 ટી સ્પૂન ઘી, 1 કપ બદામ કતરેલા. 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા પેનને ગરમ કરો અને તેમા છીણેલુ નારિયળ, દૂધ અને ખાંડ મિક્સ કરો. તેને ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી દૂધ અડધુ ન રહી જાય કે પછી થોડુ પણ ઘટ્ટ ન થાય. ત્યારબાદ તેમા ઘી નાખો અને ત્યા સુધી થવા દો જ્યા સુધી ઘી છુટ્ટુ ન પડે.  ત્યારબાદ તેમા ઈલાયચી પાવડર નાખો અને મિક્સ કરીને ગેસ ફ્લેમ બંધ કરી દો.  ત્યારબાદ એક થાળી લો અને તેમા બધી સામગ્રી નાખીને તેના પર કતરેલા બદામ ભભરાવો. જ્યારે નારિયળની બરફી ઠંડી થઈ જાય ત્યારે તમારા મનપસંદ આકારમાં કાપી લો અને સર્વ કરો કે પછી ડબ્બામાં પેક કરીને મુકી દો.