બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળીની વાનગીઓ
Written By
Last Updated : ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (16:15 IST)

Diwali Sweets - બેસન નાળિયેરની બરફી

સામગ્રી- બેસન 1 કપ ,નાળિયેર પાઉડર 1 કપ ,ખાંડ 1 કપ,દૂધ 1/2 કપ ,કાજૂ 2-3 ચમચી ,પિસ્તા 1 મોટી ચમચી ,ઈલાયચી 
 
બનાવવાની રીત - કઢાઈમાં ઘી ગરમ કરો અને બેસન નાખો અને મધ્યમ તાપે એને શેકવું. બેસનને સતત હલાવતા રહો સુગંધ આવે  અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો. શેકેલા બેસનને એક પ્લેટમાં કાઢી લો. 
 
બીજી કઢાઈમાં નાળિયેર નાખી 1-2 મિનિટ શેકો સુગંધ આવ્યા સુધી. એને પણ જુદો રાખી દો. 

બરફી માટે ચાશણી - કઢાઈમાં ખાંડ અને દૂધ નાખી ધીમા તાપે ખાંડ ગળે ત્યાં સુધી ચાશની પકાવો. ચાશની જમવાની કંસસ્ટેંસીમાં તૈયાર કરો. આથી ચમચીથી ચાશની પ્લેટમાં કાઢી 1-2 ટીપા ગિરાવો. આંગળીના વચ્ચે ચોંટાડીને જુઓ. ચાશનીમાં લાંબો પાતળો તાર નિકળતા ચોંટવા જોઈએ. ગૈસ બંદ કરી દો. ચાશની તૈયાર છે. 
 
કાજૂ અને પિસ્તાના પાતળા-પાતળા લાંબા કાપી લો. ઈલાયચીની છીણીને પાઉડર કરી લો. ચાશનીમાં શેકેલો નાળિયેર ,બેસન,કાજૂ-પિસ્તા અને ઈલાયચી પાઉડર નાખી દો. અને સારી રીતે મિકસ કરી લો. બધી સમગ્રી મિક્સ કર્યા પછી એક પ્લેટમાં ઘી લગાવી મિશ્રણ નાખી દબાવી દો. બરફી જમવા રાખી દો. જમેલી બેસન નાળિયેર બરફીને મનપસંદ ટુકડામાં કાપીને તૈયાર કરી લો. ખૂબ જ સ્વાદિષ્ટ નાળિયેર બરફી તૈયાર છે.